વેશભુષાનાં બાળકોને ઈનામો આપી પ્રોત્સાહિત કરાશે
સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલયની મુલાકાતે પધારેલા મનીષભાઈ દોશી, સેજલભાઈ કોઠારી, ઉદયભાઈ ગાંધી, નિલેશભાઈ ભાલાણી, ચેતનભાઈ કામદાર, પૂનમભાઇ વસા, જીજ્ઞેશભાઈ મહેતા, જીતુભાઈ લાખાણી, પિનાકિનભાઈ શાહ, નિલેશભાઈ કામદાર, રાજેશભાઈ મોદી, ભરતભાઈ પારેખ તસ્વીરમાં નજરે પડે છે.
જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.14 ને ગુરુવારનાં રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ ના ગગન ભેદી નાદ સાથે યોજાશે. સવારે 8 કલાકે મણીઆર દેરાસર (ચૌધરી હાઈસ્કુલ) થી પ્રારંભ થઈ સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ- શ્રોફ રોડ, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર રોડ, જીલ્લા પંચાયત (અકિલા) ચોક, ડો.યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, મહાવીર સ્વામી ચોક, હેમુ ગઢવી હોલ ખાતે સવારે 9.30 કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તિત થશે.
Visit Saurashtra Kranti Homepage here
ધર્મયાત્રામાં ગોંડલ સંપ્રદાયનાં પૂજ્ય દેવેન્દ્રમુનિ મહારાજ, પૂ.ધીરજમુનિ મહારાજ સાહેબ, નેમીસુરી સંપ્રદાયનાં ક્રાંતિકારી વિચારક મુનિરાજ જે.પી. ગુરુજી, અજરામર સંપ્રદાયનાં ડો.નિરંજનમુનિ મહારાજ સાહેબ, પૂ.સુશાંતમુનિ મહારાજ સહિત રાજકોટમાં બિરાજમાન પૂજ્કીય સાધુ- સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં 28 આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક- શ્રાવિકાઓ જોડાશે.
Read About Weather here
આ ધર્મયાત્રામાં બોટાદનું વિખ્યાત શ્રી નેમિ નય જૈન બેન્ડ ખાસ ઉપસ્થિત રહેશે.જિનશાસનનાં ગૌરવ સમાન બોટાદનું શ્રી નેમિ- નય જૈન બેન્ડ છેલ્લા 4 વર્ષથી વિવિધ ગામોમાં અનેકવિધ કાર્યક્રમોમાં જબરદસ્ત ધુમ મચાવી રહ્યું છે. આ મહોત્સવની ભવ્ય ઉજવણી માટે રાજકોટનાં જૈન સોશ્યલ ગ્રુપ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ તેમજ સંગીની ગ્રુપોમાં મીડટાઉન, ડાઉનટાઉન, એલીટ તદ્ઉપરાંત જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર, જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ સક્રિયતાથી જોડાયેલા છે.(1.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here