સમાજશાસ્ત્રીઓ અને આરોગ્ય નિષ્ણાંતોમાં ચિંતાની લાગણી
દેશની આર્થિક રાજધાની અને મહારાષ્ટ્રનાં પાટનગર મુંબઈમાં કોરોના મહામારીને કારણે શિશુ જન્મદરનાં પ્રમાણમાં ભારે ઘટાડો નોંધવા પામ્યો છે. કોવિડ-19 ત્રાટક્યા બાદ મુંબઈમાં શિશુ જન્મદરમાં 20 ટકા ઘટાડો થયો હોવાનું જાહેર આરોગ્ય વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
ડીએમસી નાં અધિકારીઓ અને તબીબોએ જણાવ્યા મુજબ કોરોના મહામારી, શિશુઓ પર તેની અસર, બાળકોની સલામતી અને ભવિષ્યની ચિંતાને કારણે અનેક દંપતીઓએ સંતાન પ્રાપ્તિનું આયોજન પડતું મુકવાની ફરજ પડી હતી.
ઉપરાંત મુંબઈથી હજારો પરિવારો હિજરત પણ કરી ગયા હતા. જેના કારણે શિશુ જન્મદરમાં તીવ્ર રૂપે ઘટાડો થયો છે. મહાનગરની વસ્તી અત્યારે 2 કરોડ જેટલી છે.મહાનગર મુંબઈમાં 2019 માં કુલ 152952 જેટલા શિશુ નો જન્મ થયો હતો.
જયારે 2020 માં જન્મદર ઘટીને 120188 થઇ ગયો હતો. 2021 ની સાલમાં 30 નવેમ્બર સુધીમાં થયેલા નવજાત શિશુની જન્મસંખ્યામાં ફરી ઘટાડો નોંધાયો અને કુલ 101308 શિશુનો જન્મ થયો હતો. 2016 માં આ સંખ્યા દોઢ લાખથી ઉપર હતી.
2017 માં 155386 બાળકોનો જન્મ થયો હતો. કોરોના મહામારી ફાટી નીકળી ત્યારબાદ વર્લી કોલીવાળા અને ધારવાર જેવા મોટા ઝુંપડપટ્ટી વિસ્તારો કોરોનાનાં હોટસ્ફોટ બની ગયા હતા. આ વિસ્તારોમાં મોટાભાગે પરપ્રાંતિય પરિવારો વસતા હતા.
Read About Weather here
જેમાંના મોટાભાગનાં એટલે કે લાખો લોકો મુંબઈ છોડી એમના વતન રવાના થઇ ગયા હતા. જેના કારણે શિશુ જન્મદરમાં ખાસો એવો ઘટાડો થયો છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here