મહામારીનાં બેવડા આક્રમણ વચ્ચે બે નવી રસી અને દવાને મંજૂરી

મહામારીનાં બેવડા આક્રમણ વચ્ચે બે નવી રસી અને દવાને મંજૂરી
મહામારીનાં બેવડા આક્રમણ વચ્ચે બે નવી રસી અને દવાને મંજૂરી

કોરબીવેક્સ તથા કોવોવેક્સ રસીને કેન્દ્ર સરકારની લીલીઝંડી: મોલનુપીરાવીર નામની ગોળી લઇ શકાશે

ઓમિક્રોન વાયરસને પગલે-પગલે કોરોના મહામારીએ ચિંતાજનક હદે ઉછાળો મારી દીધો હોવાથી કેન્દ્ર સરકારે વધુ બે નવી શોધાયેલી રસી અને એન્ટીવાયરલ દવાને ઉપયોગ માટે મંજૂરો આપી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રનાં આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ વેક્સિનની હેટ્રિકનાં ખુશખબર આપ્યા છે અને જાહેર કર્યું છે કે, કોરબેવેક્સ તથા કોવોવેક્સ એ બંને વેક્સિન ઘરઆંગણે બનેલી પ્રોટીન તત્વો સાથેની પહેલી વેક્સિન છે.

તદ્દઉપરાંત કોરોના રસીનો ચેપ ઘટાડી શકતી મોલનુપીરાવીર નામની ગોળીને પણ મંજૂરી આપી દેવાઈ છે. ઈમરજન્સી સમયમાં આ ગોળીનો ઉપયોગ કરી શકાશે.માંડવિયાએ ટવીટ કરીને આ જાહેરાત કરી હતી,

તેમણે કહ્યું હતું કે, ભારત બાયોટેક તથા સીરમની વેક્સિન બાદ દેશની આ ત્રીજી કંપની બાયોલોજીકલ-ઈ દ્વારા નવી બંને રસી બનાવવામાં આવી છે અને પિલ્સ પણ તૈયાર કરવામાં આવી છે.

Read About Weather here

તેમણે ઉમેર્યું હતું કે, નેનો પાર્ટીકલ વેક્સિન કોવોવેક્સનું ઉત્પાદન પુણેની સીરમ કંપની કરશે. જયારે એન્ટીવાયરલ ગોળી દેશની 13 કંપનીઓ તૈયાર કરશે. જેનો પુખ્તવયનાં કોરોના દર્દીઓ માટે ઉપયોગ કરવામાં આવશે. હવે ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે 8 વેક્સિન ઉપલબ્ધ થઇ ગઈ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here