મહાનગરપાલિકાના પાંચ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશ્નર

મહાનગરપાલિકાના પાંચ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશ્નર
મહાનગરપાલિકાના પાંચ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશ્નર

મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે,

જેમાં ગઈકાલે મહાનગરપાલિકાના પાંચ કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનરએ વિદાયમાન આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

નિવૃત્ત થયેલ સ્ટાફમાં ઇલેક્શન શાખના સિનિયર કલાર્ક નથવાણી સંજયભાઈ શાંતિલાલ, વર્કશોપ શાખાના મોટર મિકેનિક જોષી નીતિનચંદ્ર વિનોદરાય, વોટર વર્કસ શાખાના લેબર પરમાર કિશોરભાઈ પોપટલાલ, ભાદર સ્કીમના પંપ ઓપરેટર પંડ્યા પરેશભાઈ પુષ્પકાંત અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારી પરમાર મધુબેન મનહરભાઈ સમાવેશ થાય છે.

Read About Weather here

આ પ્રસંગે મ્યુનિ. કમિશનર સહિત નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, આસી. કમિશનર સમીર ધડુક, પી.એ.ટુ કમિશનર એન. કે. રામાનુજ, ચીફ ઓડીટર આર. જે. શાહ, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, આસી. મેનેજર વિપુલ ધોણીયા, આસી. મેનેજર એચ. ડી. લખતરીયા ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here