રહેવાસીઓએ કડક કાર્યવાહી કરવા બી.ડીવીઝનને અરજી આપી માંગ કરી
શહેરનાં પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં વણકર પ્રૌઢનાં ઘરમાં તોડફોડ કરી ત્રણ શખ્સોએ ફોનમાં ધમકી આપ્યા અંગે મોહનભાઈ મંગાભાઈ સોલંકીનાં પરિવારે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
પ્રૌઢે અરજીમાં જણાવ્યું છે કે, ગત તા.1 નાં રોજ હુ તથા અમારો પરિવાર અમો શહેરનાં મહાત્મા ગાંધી પ્લોટમાં મકાનમાં તોડફોડ કરી ત્રણ શખ્સોએ ફોનમાં ધમકી આપી પણ બધા ઉપરાંત તારીખે ત્રંબા ગામ ખાતે અમારા ભત્રીજાનાં દીકરા લખન વિપુલભાઈ સોલંકી (ઉ.વ.17) વાળાનું પાણી ઢોળમાં ગયા હતા.
Subscribe Saurashtra Kranti here
તે દરમ્યાન મારા દીકરા બકુલભાઈ મોહનભાઈ સોલંકીનાં ફોનમાં જેમ ફાવે તેમ કોઈ કારણોસર ભૂંડી ગાળો દેવા લાગેલ અને અમોએ ભૂંડી ગાળો દેવાની ના પાડી હતી જેથી દીપક ભીમજીભાઈ કોળી (રહે, ખોડીયારપરા-2 પારેવડી ચોક), રોહિત ટીનાભાઈ કોળી (રહે, ખોડીયારપરા શેરીનં. 1), દીપક નાથાભાઈ પારધી (રહે, મહાત્મા ગાંધી પ્લોટ શેરીનં. 2) રાજકોટ વાળાઓએ માર મારવાની ધમકી આપી હતી.
Read About Weather here
મારા ઘરનાં પૂજાબેન નાથાભાઈ સોલંકી, પારૂબેન મોહનભાઈનાંઓ ઘરે હાજર હોય તે દરમ્યાન આ ત્રણેય જણાઓ અમારા ઘરના દરવાજાઓમાં લાકડી-ધોકા પછાડી ભૂંડી ગાળો દઈ ઘરનાં બઇરાઓ સાથે ઝઘડો કર્યો હતો. જેથી કડક કાર્યવાહી કરવા અમારા વણકર પરિવારની માંગ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here