રાજકોટમાં ત્રણ દિવસ મેઘરાજા મન મૂકીને વરસ્યા ત્યારે ઘણી જગ્યાએ લોકો પાણીમાં ફસાયા હતા. રાજકોટ કોર્પોરેશનની ઘણી જગ્યાએ પોલ છતી થઇ અને લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પ્રિ-મોન્સુનની કામગીરી માત્ર કાગળ પર જ રહી અને વરસાદના પાણીનો યોગ્ય નિકાલના હોવાથી અનેક વિસ્તારોમાં પાણીમાં વાહનચાલકો ફસાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં મવડી ગામ પાસે વગળ ચોકડીએ પાણીનો યોગ્ય નિકાલના હોવાથી રસ્તા નદીમાં ફેરવાઈ જમાં ત્રણ વધુ કલાક સુધી લોકો પાણીમાં ફસાયા હતા. રાવકીના ઉદ્યોગકારો અને આસપાસના ખેડૂતો જ્યાં સુધી પાણી ઓશર્યા નહિ ત્યાં સુધી પેલી પારના નીકળી રીતસરની રાજકોટ કોર્પોરેશનની કામગીરીમાં ક્યાંય ત્રુટી સર્જાય હોઈ અથવા તો કામ માત્ર કાગળ પર રહ્યું હોઈ તેમ દેખાયું હતું. થોડા સમય પહેલા જ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ યોગ્ય મેનેજમેન્ટ અને પાણીના યોગ્ય નિકાલની ચોક્કસ વ્યવસ્થાના કરી શકવાથી આ ભયંકર પરિસ્થિતિનો સામનો આસપાસના રહીશો અને ઉદ્યોગકારોને કરવો પડ્યો હતો.
Read About Weather here
આ વિસ્તારમાં મેલડી માં ના મંદિર પાછળ અને કણકોટ પાણીના ટાંકાની સામે હોકરી માર્ગ ખુલ્લા કરી ટ્રાફિક નિયંત્રણ કરવાની વાત અધ્ધર તાલે રહી છે. અત્રે ઉમેરવું જરૂરી છે આ વિસ્તાર રાજકોટના મેયર પ્રદીપ ડવનો વિસ્તાર હોવા છતાં તેઓ પણ જાણે આંખ આડા હાથ કરી સમગ્ર તમાશો જોઈ રહ્યા હોઈ એમ ચુપ બેસી કાર્ય કરતા હોઈ તેમ લાગી રહ્યું છે. સાથે આ જ વિસ્તારમાં નવા બનેલ બાપા સીતારામ ચોકથી ગુરૂકુળ સુધીના સિમેન્ટ રસ્તામાં પણ ભષ્ટાચારે દેખાડી દીધો હોઈ તેમ ત્યાં પણ ઠેર ઠેર ખાડા પડી ગયા છે. મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક સુધી ઠેર ઠેર લારી ગલ્લાના જમાવડા અને મસ મોટા મંડપો જોઈ વન વોર્ડના અભિયાન અને સ્માર્ટ રાજકોટ માત્ર કાગળ પર રહ્યું છે. તેવા સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here