મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું? મહાહેતવાળી દયાળી જ માં તું!

મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું? મહાહેતવાળી દયાળી જ માં તું!
મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું? મહાહેતવાળી દયાળી જ માં તું!

ગંદકી જોનારની નજરમાં હોય છે, બાકી કચરો વીણતા ગરીબોને તો એમાં પણ રોટલી દેખાય છે.

શહેરીજનો માટે માથાનો દુઃખાવો બની ગયેલો કચરાનો ઢગલો ગરીબ લોકો માટે કમાણીનું સાધન બનતો હોય છે. ઘણા ગરીબ લોકો વહેલી સવારથી લઇ મોડી સાંજે અંધારું ન થાય ત્યાં સુધી કચરો વીણીને પોતાનું પેટીયું રળતા હોય છે.

Subscribe Saurashtra Kranti here

પોતાના પરિવારને લઈને સવારથી જ આવી જાય છે. ગરીબોનાં નાના બાળકો પણ તેમની સાથે હોય છે. આજે એક હદય હચમચાવે તેવી તસ્વીર આવી છે. એક માં તેના બાળકો સાથે કચરાનાં ઢગલામાંથી કચરો વીણતા નજરે પડે છે. બાળકો તેની માં નાં કામમાં હાથ બટાવી રહ્યા છે અને જાણે મનોમન તેણી માને કહેતા હોય કે હે માં મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું?  મહાહેતવાળી દયાળી જ માં તું! તેવો આભાસ થઇ રહ્યો છે.

Read About Weather here

આ તસ્વીર જોઇને લાગે છે કે કચરો વીણતા ને રસ્તે રખડતા બાળકોનું બાળપણ કચરામાં જ વેડફાઈ જાશે. ગંદકી જોનારની નજરમાં હોય છે. બાકી કચરો વીણતા ગરીબોને એમાં પણ રોટલી દેખાતી હોય છે.(અહેવાલ : પરાગ જાટીયા , તસ્વીર : દિલીપ ગોપાલ )

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here