મનમાં કડવાશ આવી ગઈ…?!

મનમાં કડવાશ આવી ગઈ…?!
મનમાં કડવાશ આવી ગઈ…?!
પાર્ટીમાં હાજર તમામ મહેમાનોની નજર આ બંને પર જ હતી. તમામને હતું કે આ બંને પાર્ટીમાં એકબીજા સાથે વાત કરશે. જાન્યુઆરી, 2022માં સાઉથ સુપરસ્ટાર ધનુષ તથા ઐશ્વર્યા રજનીકાંતે ડિવોર્સની જાહેરાત કરીને ચાહકોને નવાઈમાં મૂકી દીધા હતા. બંનેએ 18 વર્ષના લગ્નજીવનનો અંત આણવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન એવી પણ ચર્ચા થઈ હતી કે બંને ભેગા થશે. જોકે, આ વાતથી તદ્દન અલગ જ સીન હાલમાં જ એક પાર્ટીમાં જોવા મળ્યો હતો.તાજેતરમાં જ ચેન્નઈમાં એક પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં ઐશ્વર્યા રજનીકાંત તથા ધનુષ પણ આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પાર્ટીમાં ધનુષ તથા ઐશ્વર્યા અલગ અલગ આવ્યા હતા. પાર્ટીમાં બંનેએ એકબીજા સામે નજર સુદ્ધાં કરી નહોતી અને બંનેએ એકબીજાની અવગણના કરી હતી. પાર્ટીમાં બંનેનું આ રીતનું વર્તન જોઈને હાજર મહેમાનોને આશ્ચર્ય થયું હતું.ધનુષ તથા ઐશ્વર્યાએ છૂટાછેડા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું ‘અમે 18 વર્ષ સુધી મિત્રતા, કપલ, પેરેન્ટ્સ અને એકબીજાના શુભચિંતક બનીને ગ્રોથ, સમજણ અને પાર્ટનરશિપથી લાંબી સફર કરી છે. આજે અમે જે જગ્યાએ ઊભાં છીએ ત્યાંથી અમારા બંનેના રસ્તા અલગ થઈ રહ્યા છે. મેં અને ઐશ્વર્યાએ એક કપલ તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે.

અમે પોતાને સારી રીતે સમજવા માટે સમય આપવા ઇચ્છીએ છીએ. અમારા નિર્ણયનું સન્માન કરો અને અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખો.’ધનુષે 18 નવેમ્બર, 2004ના રોજ સુપરસ્ટાર રજનીકાંતની સૌથી મોટી દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. તેમને યાત્રા અને લિંગા નામે બે દીકરા છે, જેમનો જન્મ અનુક્રમે 2006 અને 2010માં થયો હતો. ધનુષ અને ઐશ્વર્યા બંનેનો પરિવાર ઈચ્છે છે કે તે બંને ડિવોર્સના નિર્ણય પર પુનર્વિચાર કરે અને લગ્ન બચાવે.

Read About Weather here

ડિવોર્સ પછી પણ બંને હૈદરાબાદની એક જ હોટલમાં સાથે રહ્યા હતા. ડિવોર્સના આટલા સમય બાદ પણ ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાંથી તેના પતિનું નામ હટાવ્યું નથી.ધનુષે ઐશ્વર્યાના ડિરેક્શનમાં બનેલી પ્રથમ ફિલ્મ ‘3’માં કામ કર્યું છે. આ ફિલ્મનું સોંગ ‘કોલાવેરી ડી’ વર્ષ 2011નું સૌથી બિગેસ્ટ હિટ સોંગ બન્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here