મનપા તંત્રને વોકળાની ગંદકી દેખાતી નહીં હોય?

મનપા તંત્રને વોકળાની ગંદકી દેખાતી નહીં હોય?
મનપા તંત્રને વોકળાની ગંદકી દેખાતી નહીં હોય?

જયુબેલી શાકમાર્કેટ સામેનો વોકળો સાફ ક્યારે થશે?

વોકળાની સફાઈ અંગે જાણ કરવા છતાં કોઈ ડોકાતું નથી: લતાવાસીઓ

જયુબેલી શાકમાર્કેટ સામે આવેલ વોકળો સાફ કરવા માટે મ્યુ.કમિશનરને જવાહર પી.પંજાબી અને વોર્ડનં. 3 નાં લતાવાસીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, જયુબેલી શાકમાર્કેટ સામે ગુમાનશિંહજી શોપિંગ સેન્ટર અને મમતા મેડીકલ સ્ટોરની વચે આવેલ વોકળામાં વર્ષોથી સફાઈ કરવામાં આવી નથી.

Visit Saurashtra Kranti Homepage here

ગંદગીનો પાર નથી ગંદકીના થર જામી ગયા છે અને એટલી બધી દુર્ગંધ આવે છે કે આજુબાજુ દુકાનદારો અને આજુબાજુના રહેઠાણના મકાનમાં રહી શકતા નથી અને રોગચાળો ફાટી નીકળે તેમ છે. લોકોની હાલત કફોડી બની જાય છે. આ અગાઉ પણ ઘણીવાર સફાઇ માટે ફરિયાદ કરેલ છે.

જેસીબી અને માણસો મેન્યૂઅલી થોડો ભાગ સાફ કરી ચાલીયા જાય છે. પુરે પુરો વોકળાની સફાઈ કરતા નથી અને મોબાઇલમાં મેસેજ આવે છે કે તમારી ફરિયાદનો નિકાલ કરી નાખેલ છે.

શું મહાનગરપાલિકાના તંત્ર વાહકોને આ વોકળાની ગંદકી દેખાતી નહીં હોય? લોકો ગંદકી કચરો વોકળામાં ન નાખે તે માટે વોકળાની રોડ ઉપર આવેલ દિવાલ ઉપર લાંબા પતરાઓ નાખવામાં આવે અને ગુમાનસીહજી માર્કેટ બાજુ મોટી દીવાલ બનાવામાં આવે તો લોકો વોકળાની અંદર કચરો ન નાખી શકે તેવું આયોજન કરવું જોઇએ.

Read About Weather here

તો તાકીદે વોકળાની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે તેવું આ વિસ્તારના લોકોની માંગણી છે.(1.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here