મનપા ઘર બેઠા કોરોના વેક્સિન આપી જશે

મનપા ઘર બેઠા કોરોના વેક્સિન આપી જશે
મનપા ઘર બેઠા કોરોના વેક્સિન આપી જશે

મનપાના હેલ્પ નંબર 0281-2220666 પર કોલ કરો
દિવ્યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો માટે વેક્સિન લેવાની વ્યવસ્થા કરાઇ

શહેરમાં ચાલી રહેલ વેકસીનેશન કામગીરી અંતર્ગત શહેરને 100% વેકસીનેશન કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જે લોકો વેકસીન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે મહાનગરપાલિકા દ્વારા ઘરે બેઠા કોરોના વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરના દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર 0281-2220600 પર ફોન કરવાથી ઘરે આવીને કોરોના વેકસીન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

18 વર્ષથી મોટી ઉંમરના લોકો કે જેઓ દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત કે પથારીવશ છે જેમને કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ લેવાનો હોય અથવા પ્રથમ ડોઝ લીધાન 84 દિવસ પછી બીજો ડોઝ લેવાનો થતો હોય

અથવા કોવેક્સીન રસીનો બીજો ડોઝ લેવાનો થતો હોય તેઓએ હેલ્પલાઈન નંબર 0281-2220600 પર ફોન કરવાનો રહેશે.

લાભાર્થીએ હેલ્પલાઇન નંબર પર સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી જ ફોનમાં વિગત નોંધાવવાની રહેશે. હેલ્પલાઇન કંટ્રોલ રૂમમાંથી જે-તે નજીકના આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા લાભાર્થીઓને જે-તે આરોગ્ય કેન્દ્ર દ્વારા

વેકસીનની સેવા લાભાર્થીને ઘરે પુરી પાડવામાં આવશે.વેકસીનના સ્ટોકની ઉપલબ્ધી, વેકસીન સેસનના સમય, જે-તે આરોગ્ય કેન્દ્રના લાભાર્થીની સંખ્યા વિગેરે બાબતો તથા

વેકસીન ગાઈડલાઈનને અનુસરીને હેલ્પલાઇનમાં મળેલ માહિતી બાદ 24 થી 48 કલાકમાં લાભાર્થીને ઘરે વેકસીન આપવાની વ્યવસ્થા ગોઠવેલ છે.

હેલ્પલાઇનમાં લાભાર્થીએ મોબાઈલ નંબર, રહેણાંકનું પૂરું સરનામું, વેકસીનના પ્રથમ કે બીજા ડોઝની માહિતી અચૂક લખાવવાની રહેશે. જ્યારે પણ કોર્પોરેશનની વેકસીનેશન ટીમ ઘરે રસી આપવા માટે આવે ત્યારે

Read About Weather here

લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર તથા લીધેલ વેકસીનની વિગત સ્થળ પર અચૂકપણે રાખવાની રહેશે. લોકો નિ:શુલ્ક વેકસીનેશન સેવાનો લાભ લેવા મ્યુનિ. કમિશનર અમિત અરોર અપીલ કરે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here