મનપા અને પોલીસની મનમાની સામે નિર્દોષ વાહનચાલકો લાચાર: કોંગ્રેસ

મનપા અને પોલીસની મનમાની સામે નિર્દોષ વાહનચાલકો લાચાર: કોંગ્રેસ
મનપા અને પોલીસની મનમાની સામે નિર્દોષ વાહનચાલકો લાચાર: કોંગ્રેસ
રાજકોટમાં મનપા અને પોલીસ તંત્રની મનમાની સામે લોકો લાચાર બની ગયા છે. મનપા તંત્ર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડ્યું છે તો તેની સામે પોલીસ તંત્ર તેનો ભરપુર ઉપયોગ કરીને બે મિનિટ માટે રાખેલ વાહન સમડીની જેમ શોધી ટોઈંગ કરી જતી ટ્રાફિક પોલીસથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જ્યારે ટ્રાફિકજામની પરિસ્થિતિમાં આ જ ટ્રાફિક પોલીસ પોતાની ફરજ ભૂલી અદ્રશ્ય થઈ જાય છે સરકારી તિજોરી ભરવામાં રસ ધરાવતી પોલીસ ટ્રાફિક નિયમન માટે પણ એટલો જ રસ ધરાવે તેવો કટાક્ષ કોંગ્રેસ અગ્રણીઓ જસવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, ગોપાલભાઈ અનડક્ટ, રણજીત મુંધવા તથા ઘનશ્યામસિંહ જાડેજા એ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં આક્રોશ ઠાલવ્યો છે કે, રાજકોટ શહેર પોલીસ દ્વારા સુરક્ષાના નામે આઇવે પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કરી શહેરને સીસીટીવીથી મઢી દીધું છે પરંતુ આ કેમેરાનો ખર્ચ હવે લોકો પાસેથી જ ઇ-મેમો મારફતે ઉઘરાવવામાં આવી રહ્યો છે અત્યાર સુધીના 23 લાખ ઇ-મેમોનાં 150 કરોડ રૂપિયા બાકી છે છતાં પોલીસ નવા મેમો આપી લોકોના નાણાં ખંખેરી રહી છે. મનપા પણ આ પાપમાં ભાગીદાર છે. લોકો ટેક્ષ ભરે છે છતાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા કરી શકતી નથી. દરેક બજેટમાં મલ્ટી લેવલ પાર્કિંગની માત્ર વાતો કરે છે પણ કોઈ પ્રોજેક્ટ સાર્થક કરી શકી નથી.

જેને પગલે ટ્રાફિક પોલીસને વાહનો ટોઈંગ કરી પૈસા ઉઘરાવવા માટે મોકળું મેદાન મળી ગયું છે શહેરના અમીન માર્ગ પર માત્ર બે મિનિટ પાર્ક કરેલું વાહન સમડીની માફક ટ્રાફિક પોલીસ સુધી શોધી અને તુરંત વાહન ટોઈંગ કરી લ્યે છે અને દંડ ઉઘરાવી પછી જ વાહન મુક્ત કરે છે શિકારીની જેમ છાને ખૂણે છુપાઈને બેસી રહેતી પોલીસ શિકાર મળતા જ પ્રગટ થઈ જાય છે ટ્રાફિક પોલીસની આ હેરાનગતિ સામે વેપારીઓ અને લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

Read About Weather here

સરકારી તિજોરી ભરવા માટે લોકોના ખિસ્સા ખાલી કરવામાં રસ ધરાવતી ટ્રાફિક પોલીસને જાણે દરરોજ ટાર્ગેટ આપ્યા હોય તેમ ચારેય ખૂણે બાજનજર રાખીને કામ કરતી પોલીસ ટ્રાફિકજામની પરિસ્થિતિમાં પણ જે ફરજ છે તે મુજબ કામ કરે અને સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કોંગ્રેસ અગ્રણીઓ જસવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, ગોપાલભાઈ અનડક્ટ, રણજીત મુંધવા તથા ઘનશ્યામસિંહ જાડેજાએ ઉચ્ચારી છે વધુમાં જણાવ્યું હતું કે વરસાદી વિરામ બાદ ઠેર ઠેર ટ્રાફિકજામની પરિસ્થિતિ ઉદભવે છે આવા જ સમયે ટ્રાફિક પોલીસ ક્યાંય હોતી નથી તો ખાસ આ સમયે પોલીસ પોતાની નૈતિક ફરજ સમજીને ટ્રાફિક સોલ્વ કરાવે તે પણ જરૂરી બની ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here