મનપાને લાગતી આપની કોઇ ફરિયાદ છે તો ફોન કરો આ ટોલ ફ્રી નંબર પર 1800-123-1973

સુરતમાં 7 વર્ષના બાળકને ટોયલેટમાં લઈ જઈ કિશોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
સુરતમાં 7 વર્ષના બાળકને ટોયલેટમાં લઈ જઈ કિશોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

કમલેશ મીરાણીનાં હસ્તે આવતીકાલે સેન્ટ્રલ ઝોન ઓફીસ ખાતેથી પ્રારંભ કરાશે
જો નિયતસમય મર્યાદામાં ફરિયાદનો ઉકેલ ન કરવામાં આવે તો ફરિયાદ આપો આપ ઉપરના અધિકારી સુધી એસ્કેટ થશે
આવતીકાલથી રાજકોટ મનપાની પીન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નંબરનો શુભારંભ
ફરિયાદ નિકાલની ગુણવતા અંગે ફરિયાદીનું ફીડબેક તેમજ એનાલીસીસ કરવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2008માં 24*7 કોલ સેન્ટરના નં. 0281-2450077 પર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ અંગેની લોકોની ફરિયાદ નોંધણીની શરૂઆત કરવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

સને 2010થી મહાનગરપાલિકાની વેબસાઈટ પર તેમજ સને 2016થી મહાનગરપાલિકાની મોબાઈલ એપ્લીકેશન પરથી પણ ફરિયાદ નોંધણી શરૂ કરવામાં આવી.

હાલમાં બાંધકામ, વોટરવર્કસ, સો.વે.મે., રોશની, ડ્રેનેજ સહિતનાં 30થી વધારે વિભાગોની અંદાજે 100 કરતા વધુ પ્રકારની વાર્ષિક 2 લાખ થી વધારે ફરિયાદો કોલ સેન્ટર પર નોંધી , સંબંધિત વિભાગોને આગળની કાર્યવાહી અર્થે મોકલવામાં આવે છે.

આધુનિક ટેકનોલોજી નાં ઉપયોગ વડે લોકોની ફરિયાદનુ નિરાકરણ ઝ્ડપથી અને વધારે સારી રીતે કરી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા સમય સાથે તાલ મિલાવવા કટિબદ્ધ છે. આ પ્રયાસનાં ભાગ રૂપે ટોલ-ફ્રી નંબર 1800-123-1973 નો શુભારંભ કરવામાં આવી રહ્યો છે.

લોકોની ફરિયાદોનો સમયસર તેમજ સચોટ નિકાલ થાય તેમજ ખરેખર ફરિયાદ નિકાલ થયા અંગેની ખરા અર્થમાં જાણ લોકોને પણ મળે તે માટે પીન આધારીત ફરિયાદ નિવારણ પધ્ધતિનો શુભારંભ કરવામાં આવી રહયો છે.

આ પદ્ધતિમાં જ્યારે લોકો ની ફરિયાદનું મહાનગરપાલિકા દ્વારા નિવારણ કરવામાં આવશે ત્યારે ફરિયાદીને એક એસએમએસ દ્વારા પીન નંબર મોકલવામાં આવશે. આ પીન નંબર ફરિયાદીને પોતાની ફરિયાદ નો નિકાલ થયા

બાદ મહાનગરપાલિકાનાં કાર્મચારી/અધિકારીને આપવાનો રહેશે જે પીન નંબર સંબધિત અધિકારી પોતાના મોબાઈલમાં દાખલ કરશે, ત્યારબાદ જ ફરિયાદ નો ખરા અર્થમાં નિકાલ થયો ગણાશે.

આ સમગ્ર પ્રકિયા અમલમાં આવતા, લોકોનો રાજકોટ મહાનગરપાલિકા પરનો વિશ્વાસ વધારે સુદ્રઢ બનશે.

આવતીકાલે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીનાં વહસ્તે સેન્ટ્રલ ઝોન ઓફીસ ખાતેથી રાજકોટ મહાનગરપાલિકાની પીન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નંબર 1800-123-1973નો શુભારંભ કરવામાં આવશે.જેમાં દરેક ફરિયાદ નાં ઉકેલ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

જો નિયતસમય મર્યાદામાં ફરિયાદ નો ઉકેલ ન કરવામાં આવે તો ફરિયાદ આપો આપ ઉપરના અધિકારી સુધી એસ્કેટ થશે. ફરિયાદ ની નોધની સમયે ફરિયાદીને તેની ફરિયાદ નોધાઈ ગયેલ છે તેની એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે. ફરિયાદ નાં નિવારણ થયે ફરિયાદીને તેની ફરિયાદ નું નિવારણ થયેલ છે

તેની પણ એસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવશે. ફરિયાદ નિકાલ ની ગુણવતા અંગે ફરિયાદી નું ફીડબેક લેવામાં આવશે તેમજ ફરિયાદી નાં ફીડબેક નું એનાલીસીસ કરવામાં આવશે.

Read About Weather here

મહાનગરપાલિકા નાં કાર્મચારી/અધિકારીઓ માટે એક આધુનિક મોબાઈલ એપ બનાવવામાં આવેલ છે જેનાં પરથી કાર્મચારી/અધિકારીઓ પોતાના તાબા હેઠળ નાં વિસ્તાર માં નોધાતી દરેક ફરિયાદ નું મોનીટરીંગ તેમજ નિરાકરણ કરી શકશે. તેમ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here