મનપાની ટેક્સની આવકમાં ગાબડા પડવા પાછળ કોણ જવાબદાર?

ટેક્સની આવક
ટેક્સની આવક

નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં ટાર્ગેટ પુરો કરવા તંત્રના ધમપછાડા કેમ?

જંગી આવક ધરાવનારા પણ ટેક્સ ભરવામાંથી કઇ છટકબારીના આધારે બચી જાય છે?

Subscribe Saurashtra Kranti here

મેયર અને મ્યુ.કમિશનરે વેરાની આવકમાં ગાબડું પડવાનું કારણ શોધી કાઢે તો મનપાનું ભલુ થશે…

મનપામાં રિકવરી વિભાગે નવરાશની પળોમાં આવા લોકોને શોધી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ

શહેરમાં રહેણાંક મકાનોમાં ચાલતા વ્યવસાયોથી મનપાની આવકમાં મોટુ ગાબડું, જવાબદાર કોણ?

રાજકોટ મનપા કરોડોની આવક ટેક્સ દ્વારા વસુલે છે. સારી બાબત એ છે કે મનપા દર વર્ષે બજેટમાં નવા ટાર્ગેટ રાખે છે અને મનપાની વેરા વસૂલાત શાળા તેમજ અધિકારીઓએ ટાર્ગેટ પૂરો પણ કરી નાખે છે. રાજકોટમાં મનપાના આંકડા મુજબ અત્યાર સુધીમાં 2.61.000 કરદાતાઓએ પોતાનો વેરો ભરી દીધેલ છે અને મનપાના આગામી દિવસોમાં 340 કરોડનો આવક નો અંદાજ રાખવામાં આવેલ છે. આ અંદાજ બહુ મોટો છે. એટલે કે તેને વસુલવામાં મનપાના કેમેરામાંથી છટકી જતા હોય છે. મનપાએ વેરો વસૂલાત માટે અલગ-અલગ સ્લેબ રાખ્યા છે. એટલે કે જો રહેણાંક વિસ્તાર હોય તો તે મુજબનો કરવેરો ભરપાઈ કરવો પડે છે.

અન્ય રીતે દુકાન કે કારખાના કરતા રહેણાંક મકાનનો વેરો ઓછો હોય છે. બસ તેનો જ લાભ ભોળી જનતા લે છે. મકાનમાં ધંધો શરૂ કરી દે છે. અને મનપા અજાણ હોય છે. તેથી બધું લોલમલોલ હાલે છે. તે બહુમોટો ધંધો પણ ઘરમાં ચલાવતો હોવાથી પોતાને વધુ ટેક્સ ભરવાનો થતો નથી રેસીડેન્સીનો ટેક્સ ભરીને પોતે છટકી જાય છે. કોર્પોરેશનને પોતાના ટાર્ગેટ મુજબ આવક થતા આવા કઈ કાંડ દેખાતા નથી. પરંતુ એ તંત્રને ખબર નથી કે જેના કારણે તેને કેટલા લાખો-કરોડોનું ગાબડું ટેક્સમાં પડે છે.આ વાત મેયરના ધ્યાને આવી નથી. જો મેયરના ધ્યાને આ વાત આવે તો ચેકિંગ ઝુંબેશ શરૂ થઇ જશે અને કેટલાયને દંડ થશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

Read About Weather here

મનપાના વેરા-વસૂલાતની ટીમે ચેકીંગમાં નિકળવું જોઈએ. તેને ખબર પડે કે કેવી રીતે ઉલ્લુ બનાવી રહ્યા છે. અમુક જગ્યાએ તો આવા કારસ્તાન રાજકીય પક્ષોની મિલીભગતથી પણ કરવામાં આવતા હોય છે અને જેના કારણે વેરા વસૂલાત મૂક પ્રેક્ષક બનીને કોઈ કાર્યવાહી કરતુ નથી. કારણ કે રાજકીય પક્ષોની ભલામણો જ એવી હોય છે તેને લીધે તંત્ર વાત ધ્યાને લેતું નથી અને બીજાને પકડે છે. જેની પાસે ભલામણોનો દોર નથી. આ વેરાચોરી મોટે ભાગે રાજકોટના સામાં કાંઠા વિસ્તારમાં થાય છે. તેવું પણ સૂત્રમાંથી જાણવા મળ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here