મનપાની આવસોમાં ગેરકાયદેસર કબ્જો કરેલ આવાસોમાં સઘન ચેકીંગ

મનપાની આવસોમાં ગેરકાયદેસર કબ્જો કરેલ આવાસોમાં સઘન ચેકીંગ
મનપાની આવસોમાં ગેરકાયદેસર કબ્જો કરેલ આવાસોમાં સઘન ચેકીંગ

41 આવાસમાં તાળા તુટેલા હતા

શહેરમાં બનાવવામાં આવેલ વિવિધ આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસમાં ગેરકાયદેસર કબજો કરેલ આવાસોમાં મહાનગરપાલિકા દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આજે વૃંદાવન પાછળ આવેલ વામ્બે આવાસ યોજના અને પુષ્કરધામ મેઈન રોડ પર આવેલ BSVP-1 આવાસ યોજના ખાતે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચકાસણી દરમ્યાન બંને આવાસ યોજનામાં કુલ 69 આવાસો મહાનગરપાલિકા હસ્તકના છે જેમાં 41 આવાસોમાં તાળા તૂટેલા મળી આવ્યા છે. જે તમામ આવાસોમાં મહાનગરપાલિકાના તાળા લગાવી દેવામાં આવ્યા છે.

આવાસ યોજનામાં ગેરકાયદેસર કબજો કરી રહેતા આસામીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
જે દરમ્યાન વામ્બે આવાસ યોજના ખાતે કુલ 23 આવાસ કોર્પોરેશના હસ્તના છે.

જેમાંથી 11 આવાસ કબજાવાળા મળેલ તેમજ BSVP-1 આવાસ યોજના ખાતે 46 આવાસ કોર્પોરેશન હસ્તકના છે. જેમાંથી 30 આવાસ કબ્જાવાળા માલુમ પડતા તમામ કબજો કરેલ આવાસમાં સામાન સાથે રાજકોટ મહાનગરપાલિકાના તાળા લગાવી આપવામાં આવ્યા છે.

Read About Weather here

અમુલ આવાસમાં દરવાજાના નકુચા પણ તૂટેલા માલુમ પડતા આવા આવાસના દરવાજાના સમારકામ કરી મહાનગરપાલિકાના તાળા લગાવવામાં આવશે.(1.16)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here