શહેરના ગરીબ અને મધ્યમવર્ગના લોકો ઓન ધ સ્પોટ આયુષ્માન ભારત કાર્ડ કઢાવી શકશે
મહાનગરપાલિકા દ્વારા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડ બે જ આરોગ્ય કેન્દ્રમાં કાઢી આપવામાં આવતા. જેના અનુસંધાને લોકોને ખુબ જ હાલાકી ભોગવવી પડતી. દંડક સુરેન્દ્રસિંહ વાળાએ મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવાને મૌખિક રજુઆત કરેલ.
તેમજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને તમામ આરોગ્ય કેન્દ્રો પર આયુષ્માન ભારત કાર્ડ કાઢવાની શરૂઆત કરવા પત્ર પાઠવેલ. જેના અનુસંધાને મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 21 આરોગ્ય કેન્દ્રોમાં આયુષ્માન ભારત કાર્ડ કાઢવાનું શરૂ કરવામાં આવેલ છે.
જે બદલ મેયર તથા પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરનો દંડક સુરેન્દ્રસિંહએ વ્યક્ત આભાર વ્યક્ત કરેલ. આ નિર્ણયથી શહેરના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને તાત્કાલિક આયુષ્માન ભારત કાર્ડ કઢાવી શકશે.
આયુષ્માન કાર્ડ કાઢવા માટે રૈયા રોડ પાસે નંદનવન આરોગ્ય કેન્દ્ર અને લક્ષ્મીનગર આરોગ્ય કેન્દ્ર પર બે જે જગ્યાએ આ સુવિધા ચાલુ હતી. જેથી રાજકોટની પ્રજાને જે છેવાડાના વિસ્તારમાં રહે છે. તેને ઘણું દુર પડી જતું હતું અને છેલ્લા મુંજકા કોઠારીયા માધાપર વિગેરે એરિયા રાજકોટમાં ભળતા વ્યાપ વધી જવાથી રાજકોટવાસીઓ હેરાન ન થાય તે જગ્યાએ રહેતા હોય ત્યાં આરોગ્ય કેન્દ્રમાં આ કાર્ડ કાઢી આપવા રજુઆત થયેલ.
જેમાં માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ 1,68,751 તથા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળી આયુષ્માન ભારત કાર્ડ 3,72,340 લોકો ધરાવે છે. આયુષ્માન ભારત કાર્ડ હેઠળ જુદી જુદી 30 જેટલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. આયુષ્માન ભારત કાર્ડમાં ગંભીર રોગ સહિત ઉપરાંત ઘણા રોગનો સમાવેશ કરવામાં આવે છે.
મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ ગત તા.26-07ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાને એક પત્ર પાઠવી શહેરના નાગરિકોની સુગમતા માટે મનપાના તમામ 21 આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની સુવિધા ઉપલબ્ધ બનાવવા અનુરોધ કર્યો હતો.