મનપાના બજેટમાં યોજનાઓ રિપીટ…રિપીટ…રિપીટ…

118

Subscribe Saurashtra Kranti here

બજેટમાં મેટ્રો ટ્રેન અને રીવરફ્રન્ટનો શબ્દ ભૂલી ગયાનો વિપક્ષાો કટાક્ષ

ગ્રીન લેન્ડ ચોકડી છેલ્લા 10 વર્ષથી રાજકોટ બજેટમાંમાં જુદા-જુદા 16 અન્ડર બ્રીજો અને ઓવર બ્રીજો અને રીવરફ્રન્ટની જાહેરાતો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે રાજકોટના સદનસીબે આજ સુધીમાં માત્ર પાંચ જ અન્ડરબ્રીજ અને ઓવરબ્રીજો મળ્યા

બજેટ અવાસ્તવિક, ભ્રામક અને આંકડાની માયાજાળવાળું બજેટ : કોંગ્રેસ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2021-22નું આજનું અવાસ્તવિક બજેટ, આંકડાની માયાજાળવાળું-આવક-જાવકની કોઈ જ ગણતરી કર્યા વગરનું ભ્રામક હોવાનો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટરોએ કર્યો છે. છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં જુદાજુદા 16 અન્ડર બ્રીજો અને ઓવર બ્રીજો અને રીવરફ્રન્ટની જાહેરાતો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે રાજકોટના સદનસીબે આજ સુધીમાં માત્ર પાંચ જ અન્ડરબ્રીજ અને ઓવરબ્રીજો મળ્યા છે.

જે દર વર્ષના બજેટોમાં આ અન્ડરબ્રીજ અને ઓવરબ્રિજની જાહેરાતો થાય છે અને રાજકોટની પ્રજાને સોનેરી સપનાઓ દેખાડવામાં આવી રહ્યા છે એટલે કે એક અંદાજ મુજબ ભાજપના શાસકો જાહેર કરેલા બ્રીજોના કામો ફક્ત 33 % પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે. આ બજેટમાં અન્ય પ્રોજેક્ટો બતાવ્યા છે જે ફરીવાર રીપીટ થયા છે અને રીપીટ થયા પછી પણ આ પ્રોજેક્ટ ક્યાં બનશે તેના કોઈ જ ઠેકાણા નથી.

ઉદાહરણ તરીકે જોઈએ તો ચાલુ વર્ષ 20-21 ના બજેટમાં એરપોર્ટ ઓથોરીટી સાથે થયેલા કરાર મુજબ 20-21ના બજેટમાં 50 ઇલેક્ટ્રિક બસો મળવાની હતી જે હજુ મળી નથી ત્યાં વળી વર્ષ 2021-22 ના બજેટમાં નવી 100 બસો બીજી વધારી દિધી તેનો અર્થ એ થાય છે કે આપને આંકડા વધારવામાં ક્યાં પાછું વળીને જોવું છે વર્ષ 20-21ના બજેટમાં ઇલેક્ટ્રિક બસો 50 નવી બતાવી દીધી છે જે હજુ આવી નથી.

તેવી જ રીતે ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટની જાહેરાત પણ વર્ષ 2019 થી થતી આવે છે અને આ વર્ષે પણ આ યોજના રીપીટ કરી છે જે પાર્ટી પ્લોટ ક્યાં બનશે? કઈ ટીપી સ્કીમમાં બનશે ? પાર્ટીપ્લોટ માટે ટીપી સ્કીમમાં રિઝર્વેશન રાખેલ હેતુમાં છે કે નહી ? તેમજ ટીપી સ્કીમ અમલમાં આવી છે કે નહી ? તેનો આ બજેટમાં કોઈ જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રાજકોટમાં કોરોનાને લીધે કોર્પોરેશનને ઘણું જ નુકશાન થયું છે તેને ભરપાઈ કરવા માટેના પગલા રૂપે રેગ્યુલર કરદાતાઓને ટેક્સમાં 30% ની રાહત આપવી જોઈએ અને જે મોટા બાકીદારો છે તેની પાસેથી બાકી નીકળતો ટેક્સ વસુલ કરવો જોઈએ તેવી કોંગ્રેસની માંગણી છે.

લોકડાઉનના પગલે વ્યાપારીઓ અને નાના ધંધાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમ છતાં રાજ્ય સરકારના આદેશ અનુસાર રાજકોટ મહાનગરપાલિકા વ્યવસાય વેરો ઉઘરાવે છે તે રદ કરવો જોઈએ આ અંગે અમોએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પણ વ્યવસાય વેરો રદ કરવા માટે વિનંતી પત્ર પણ લખ્યો છે અને નાના ધંધાર્થીઓ અને વેપારીઓની સંવેદના મુખ્યમંત્રી સમક્ષ અમોએ રજૂઆત કરેલ છે. રાજકોટ શહેરમાં 701 મોબાઈલ ટાવર છે જેનો વેરો અંદાજે રૂ.40 કરોડ જેવો માતબર રકમ વસુલવાની બાકી છે તેમજ અગાઉ પણ જનરલ બોર્ડમાં અમારા દ્વારા આ પ્રકરણ પ્રકાશમાં લાવવામાં આવ્યું હતું જે પગલે કોર્પોરેશનને થોડી આવક થઇ હતી પરંતુ હજુ વેરો બાકી છે જે સત્વરે વસુલ કરવો જોઈએ.

Read About Weather here


બજેટમાં મહિલા ગાર્ડન – મહિલા હાટ અને માલધારી વસાહત અને એનીમલ હોસ્ટેલના પ્રોજેક્ટો રિપીટ: કોર્પોરેટર

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.15ના જાગૃત મહિલા કોર્પોરેટરે જણાવ્યું છે કે વર્ષ 2010-15 અને વર્ષ 2015-20ની ટર્મમાં રાજકોટ મહાનગરપાલિકાના મહિલા મેયર રક્ષાબેન બોડીયા અને બીનાબેન આચાર્ય દ્વારા માલધારી વસાહત અને એનીમલ હોસ્ટેલ, મહિલાઓ માટે ગાર્ડન અને મહિલા હાટ બનાવવા માટે અનેક વાર જાહેરાતો કરી છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો દ્વારા પણ આ પ્રોજેક્ટો બજેટમાં મુકવામાં આવ્યા છે અને તેની જોગવાઈ પણ કરેલ છે.

રાજકોટના ત્રણેય ઝોનમાં મહિલાઓ માટેના ગાર્ડન બનશે આ જાહેરાત કરેલ છે પણ આ ગાર્ડન ક્યાં બનશે? , કઈ ટીપી સ્કીમમાં બનશે? પ્લોટ ગાર્ડન માટે અનામત રાખેલ હેતુમાં છે કે નહી ? તેમજ ટીપી સ્કીમ અમલમાં આવી છે કે નહી ? તેનો આ વર્ષ 2021-22ના બજેટમાં કોઈ જ સ્પષ્ટતા કરેલ નથી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleપો.કમિશ્ર્નર મનોજ અગ્રવાલની સુરત બદલીના ભણકારા
Next articleખોડલધામ અને રાજકોટ મનપાના સંયુક્ત ઉપક્રમે શહેરના પાંચ સ્થળોએ રસીકરણ મેગા કેમ્પનું આયોજન