મનપાના નિવૃત હેડ સર્વેયરને રસીના બે ડોઝ લીધા બાદ કોરોના

રસીના બે ડોઝ
રસીના બે ડોઝ

કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લીધાના 22 દિવસ બાદ મહામારીની ઝપેટમાં

Subscribe Saurashtra Kranti here

રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગના નિવૃત હેડ સર્વેયર જે.એલ. હીરપરાને કોરોના રસીના બે ડોઝ લીધા બાદ કોરોના લાગુ પડતા આરોગ્ય નિષ્ણાંતો અને તબીબો પણ મુંઝવણમાં મુકાઇ ગયા છે. 58 વર્ષના હીરપરાએ 1 માર્ચે કોવિશિલ્ડ રસીનો બીજો લીધાના 22 દિવસ બાદ કોરોના લાગુ થતા મનપામાં ખળભળાટ મચી ગયો છે.

રાજકોટમાં આવો કેસ પહેલીવાર બન્યો હોવાનું માનવામાં આવે છે. નિક્ષ્ણાંતો કહે છે કે બે સપ્તાહના ગાળામાં શરીરની ઇમ્યુન સિસ્ટમ સતેજ થઇ જાય છે અને મજબુત બની જાય છે. બીજા ડોઝ પછી બે સપ્તાહમાં જ ઇમ્યુન સિસ્ટમ તાકાત વાન બની જતી હોય છે. ત્યારે હીરપરાના કેસમાં ઉલ્ટુ બન્યું છે. હેડ સર્વેયર નિવૃત થયાના દિવસ સુધી એટલે કે 28 ફ્રેબ્રુઆરી સુધી કોવિડ ફરજ બજાવી રહયા હતા.

હોમ સર્વેની કામગીરી અને અન્ટીજન ટેસ્ટ કેમ્પમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી રહયા હતા. તેમણે 1 માર્ચે કોવિશિલ્ડ કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો. ત્યાર બાદ અઠવાડીયાની અંદર એમને શરદી થઇ ગઇ અને બન્ને પગમાં અસહય દુખાવો ઉપડયો હતો. એમણે ટેસ્ટીંગ કરાવવાનું નક્કી કર્યુ હતું કેમ કે, પુરી ખાત્રી હતી કે રસી લેવાઇ ગઇ છે એટલે રીપોર્ટ નેગેટીવ આવશે.

પરંતુ કમ નસીબે એવું બન્યું નહીં. રેપીડ એન્ટીજન ટેસ્ટનો રીપોર્ટ પોઝિટિવ આવતા હીરપરા ચિંતામાં મુકાઇ ગયા અને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો અને તેમનો ભય સાચો રહયો. કોરોના લાગુ થઇ ગયો હતો. અત્યારે તેઓ હોમકવોરન્ટાઇન થઇ ગયા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રી. ડો.આર.એસ.ત્રીવેદીએ જણાવ્યું હતું કે, અત્યારે કોવિડ વોર્ડમાં 260 દર્દીઓ છે એ પૈકીના 17 દર્દીઓ એવા છે જેઓ વેક્સિનનો એક ડોઝ લઇ ચુકયા છે. આ 17 માંથી 10 દર્દીઓ પુરૂષ છે એક મહિલા દર્દી એવા છે જેઓ બે ડોઝ લીધા પછી પણ કોરોના થઇ જતા હાલ સારવાર હેઠળ છે.

Read About Weather here

જાણીતા ઇમ્યુનોલોજીસ્ટ ડો.સપન પંડયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, રસીકરણ કરાવ્યા બાદ બધુ પુરૂ થઇ જતું નથી. વ્યકિતએ માસ્ક પહેરીજ રાખવો પડે અને સામાજીક અંતર પણ જાળવવું પડે. વેક્સિનને કારણે એટલો ફાયદો થાય છે કે, તમે અન્યોને ચેપ લગાડી શકતા નથી. શરૂના માત્ર બે ત્રણ દિવસ જ આ જોખમ રહે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here