મનપાના કર્મચારીઓ કે ભાજપના કાર્યકરો?: કોંગ્રેસ

મનપાના કર્મચારીઓ કે ભાજપના કાર્યકરો?: કોંગ્રેસ
મનપાના કર્મચારીઓ કે ભાજપના કાર્યકરો?: કોંગ્રેસ

ભાજપની જન આર્શિવાદ યાત્રા નિકળતી હોય તે સંદર્ભેે પક્ષના ઝંડા-ઝંડી લગાડતા મનપાના કર્મચારીઓ સામે ફોજદારી ફરિયાદ કરવા અને પગલા લેવા મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી અને પૂર્વ શહેર પ્રમુખ મહેશભાઇ રાજપૂતે મ્યુ.કમિશનરને લેખીતમાં રજૂઆત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

રજૂઆતમાં જણાવ્યું છે કે, શહેરની અંદર ભાજપ પક્ષ દ્વારા જન આશીર્વાદ યાત્રા કરવાની હોય તે યાત્રાની પૂર્વ તૈયારી માટે શહેરની અંદર ભાજપે સરકારી મિલકતો ઉપર પોતાના પક્ષના ઝંડા- ઝંડી અને બેનરો લગાડેલ છે અને તે ઝંડા- ઝંડી અને બેનરો મનપાના જગ્યા રોકાણ શાખાના કર્મચારી અને રોશની વિભાગની ગાડી સાથે કોર્પોરેશનની વીજળીના થાંભલાઓ ઉપર ઝંડાઓ લગાડી રહ્યા હતા.

ત્યારે શહેર કોંગ્રેસના કાર્યકર ત્યાંથી નીકળતા તેઓએ આ કર્મચારીઓને પૂછપરછ કરેલ અને તેના પુરાવા રૂપે એક વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારેલ અને આ કર્મચારીઓને વિડીયો ઉતરતા- ઉતરતા તેઓને પૂછતાં કે તમે કોર્પોરેશનના કર્મચારીઓ છો? કે ભાજપના કાર્યકરો છો? ત્યારે તે લોકોએ જવાબમાં જણાવેલ છે કે અમો મનપાના જગ્યા રોકાણ શાખાના કર્મચારીઓ છીએ તેવું તેઓએ જણાવી સ્વીકારેલ છે અને કોર્પોરેશનના કર્મચારી હોવાની ઓળખ આપેલ છે.

સરકારી કર્મચારીના નીતિનિયમો મુજબ કોઈપણ કર્મચારી કોઈપણ રાજકીય પક્ષનું કામ ન કરી શકે અને સરકારી વાહનનો ઉપયોગ પણ ન કરી શકે તેમ છતાં આ કર્મચારીઓએ આવું ગેરકાયદેસર કામ કરેલ હોય તેઓની સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે અને જો તેઓ સરકારી કર્મચારી ન હોય તો તેઓની સામે ફોજદારી રહે પગલા લેવા જોઈએ.

Read About Weather here

આ કર્મચારીઓને કયા અધિકારી અને પદાધિકારીએ સુચના આપી છે જે મનપાના નામ વાળી ગાડી વાપરવામાં આવેલ છે. ત્યારે આ તમામ હકીકતો, પુરાવાઓ ધ્યાને રાખીને તમામની સામે પગલા લેવા અને ફોજદારી ફરિયાદ કરવા જણાવાયું છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here