એક ગામનાં સરપંચે બોલીમાં સૌથી વધુ 44 લાખ આપી હોદ્દો પ્રાપ્ત કર્યો છે: ગામના વડીલોનો મત, ચૂંટણીમાં વેરઝેર ટાળવા માટે આવી પધ્ધતિ આદર્શ
સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થાય ત્યારબાદ બહુમતી મેળવનાર જૂથનાં સભ્યો ખાસ બેઠક કરીને સરપંચની પસંદગી કરતા હોય છે. ઘણી વખત ઉપરની કક્ષાએ થી કવરમાં નામ આવી જતા હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
જેના કારણે ઘણાબધા વેરઝેર અને મનદુ:ખ સર્જાતા હોય છે. આમાંથી નીકળવા માટેનો એક આબાદ રસ્તો મધ્યપ્રદેશનાં એક ગામના લોકોએ શોધી કાઢ્યો છે. અશોકનગર જિલ્લાનું આ ગામ ભાતૈવલી છે.
અહી સરપંચની ચૂંટણી માટે મતદાન થતું નથી પણ હરાજી કરવામાં આવે છે. જે સભ્ય સૌથી વધુ રકમની બોલી બોલે એ સરપંચ બને છે.ભાતૈવલી ગામમાં આજ પધ્ધતિ અપનાવામાં આવે છે. સરપંચ પદ માટે હરાજીની પ્રક્રિયા ગામનાં મંદિરમાં યોજાઈ હતી.
રૂ. 21 લાખથી બોલી શરૂ થઇ હતી અને છેવટે રૂ. 44 લાખની બોલી બોલીને સુભાષસિંઘ યાદવે સરપંચનો હોદ્દોપ્રાપ્ત કર્યો હતો. જો કે આ પધ્ધતિ સામે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વાંધો ઉઠાવાયો છે અને સ્થાનિકતંત્ર ચૂંટણીઓ આગ્રહ કરી રહ્યો છે.
Read About Weather here
જેનો ગ્રામજનોએ ઇન્કાર કર્યો છે. સ્થાનિકતંત્રને આવી અનોખી અસાધારણ ચૂંટણીની પ્રક્રિયા મગજમાં ઉતરતી નથી. ગામના વડીલો કહે છે કે જો આ રકમ યાદવ જમા ન કરાવે તો તેના પછીનાં ક્રમનો સભ્ય જીતી જશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here