મજૂર પર 2 સિંહણ ત્રાટકી…!

મજૂર પર 2 સિંહણ ત્રાટકી…!
મજૂર પર 2 સિંહણ ત્રાટકી…!
સિંહણ તેની પાછળ દોડી હતી. પણ યુવાન દોડીને ખેતરની ઓરડીમાં ઘૂસી જતાં તેનો બચાવ થયો હતો. વિસાવદર તાલુકાના કાનવડલા ગામે કપાસના ખેતરમાં કામ કરતા એક પરપ્રાંતીય ખેતમજૂર યુવાન પર અચાનકજ 2 સિંહણે હુમલો કરી દીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

અને ગળેથી પકડતાં યુવાન ધક્કો મારીને સિંહણના સકંજામાંથી છટકીને દોડ્યો હતો. વિસાવદર તાલુકાના કાનાવડલા ગામે વજુભાઇ પાંચાભાઇ વઘાસિયાના ખેતરમાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના જબલપુરા ગામનો વતની અશેષ વસ્તાભાઇ મહિડા (ઉ. 25) નામનો યુવાન મજૂરી કરે છે.

આજે સાંજે 6 વાગ્યાના અરસામાં અશેષ અને બીજા બે મજૂરો કપાસ વીણવાનું કામ કરતા હતા. ત્યારે અચાનકજ 2 સિંહણ ત્યાં આવી હતી. અને અશેષને ગળેથી પકડ્યો હતો.

એ દૃશ્ય જોઇ તેની સાથેના બે મજૂરો નાસી છૂટ્યા હતા. જ્યારે અશેષે સિંહણને ધક્કો માર્યો હતો. અને દોડ્યો હતો. આથી સિંહણ તેની પાછળ દોડી હતી. પણ અશેષે નજીકમાંજ આવેલી ખેતરની ઓરડીમાં ઘૂસી બારણું બંધ કરી જાતને બચાવી લીધી હતી.

અને બાદમાં વાડી માલિકને ફોન કર્યો હતો. આથી વજુભાઇ સહિત બે લોકો ત્યાં બાઇક પર આવી પહોંચ્યા હતા.જોકે, એ દરમ્યાન અંધારું થઇ ગયું હતું. તેઓએ ટોર્ચથી જોતાં બંને સિંહણ ત્યાંજ હોઇ એ બંને પણ ઓરડીમાં પૂરાઇ ગયા હતા.

અને હાકોટા પાડતાં બંને સિંહણ ત્યાંથી દૂર ચાલી ગઇ હતી. અને ત્રણેયને બહાર કાઢી 108 બોલાવી અશેષને વિસાવદર સરકારી દવાખાને ખસેડ્યો હતો.

Read About Weather here

જ્યાં તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો.અને ગામમાં બીજા લોકોને ફોન કરી મદદ માંગી હતી. આથી બીજા લોકો ત્યાં ટ્રેકટર લઇને આવી પહોંચ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here