ઉદિત પાઠશાલા ફાઉન્ડેશન રાજકોટ શહેરમાં છેલ્લાં એક વર્ષથી સમાજના ગરીબને શિક્ષણથી વંચિત એવા બાળકોને ભારતના સંવિધાનમાં આપેલા નાગરીકોના 6 મૂળભૂત અધિકારોમાંનો એક એવા શિક્ષણના અધિકારનો ભેદભાવ વગર તેનો ન્યાય અપાવે છે. શહેરના શીતલ પાર્ક નજીક રહેતાં મજૂરવર્ગના બાળકોને દર રવિવારે શિક્ષણ આપવામાં આવે છે. આ સેવાયજ્ઞમાં ઉદિત પાઠક ફાઉન્ડેશન રાજકોટમાં 100થી પણ વધુ સભ્યો જોડાયેલા છે.
Visit Saurashtra Kranti Homepage here
આ બાળકોને સભ્યો દ્વારા આધુનિક યુગમાં ચાલતી નવીન શિક્ષણ પધ્ધતિથી તેની માતૃભાષામાં શિક્ષણ પુરૂં પાડવામાં આવે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત ગમત, શારીરિક કસરતો, બૌદ્ધિક કસોટી, દરેક તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. તેમજ ઉદિત પાઠશાલા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા બાળકોને રોજીંદા જીવનમાં ઉપયોગી એવી ચીજવસ્તુઓ પણ પુરી પાડવામાં આવે છે.હાલમાં ઉદિત પાઠશાલા ફાઉન્ડેશન રાજકોટનાં માધ્યમથી આશરે 70 જેટલા બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
Read About Weather here
ઉદિત પાઠશાલા ફાઉન્ડેશન રાજકોટની ટીમ બાળકોને તેમની માતૃભાષામાં અક્ષરજ્ઞાન મળી રહે તેના માટે સતત અથાગ પરિશ્રમ કરી રહી છે, તેના અનુસંધાનમાં માર્ચ-2022માં ઉદિત પાઠશાલ ફાઉન્ડેશન દ્વારા 11 બાળકોનું એડમિશન બજરંગવાડી સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં-59માં કરાવેલ છે.ઉદિત પાઠશાલા ટીમના સભ્યોમાં જિજ્ઞાસાબેન લૂંડિયા, મોહમ્મદ રિયાઝ સમા, જેપીનભાઈ ફળદુ, નિધિ બારહટ, મોનિલભાઈ નારિયા, નિધિબેન પરમાર, યશભાઈ વેરાયા, ફેનાબેન કાપડીયા તેમજ દર્શન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, એમ. જે. કુંડલીયા તથા અન્ય કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ડોકટરો, એન્જીનિયર્સ, વકિલ, સ્પેશ્યલ થેરાપીસ્ટ, બિઝનેસમેન, સી.એ., સી.એસ., ગૃહિણી, નોકરીયાત વર્ગ, યુવા વર્ગ વગેરે સામેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here