મગર ગળી જવાનું અજગરને મોંઘુ પડ્યું

મગર ગળી જવાનું અજગરને મોંઘુ પડ્યું
મગર ગળી જવાનું અજગરને મોંઘુ પડ્યું
અજગરે પાણીની ઉપર એક મગર જોયો હતો ત્યારે ૧૩ ફીટના એ અજગરે પોતાના પેટ કરતાં પણ મોટો શિકાર ગળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મગર હાર માને એવો નહોતો. એક વિશાળ અજગરે ૬ ફુટ લાંબા મગરને ગળવાનો પ્રયાસ કર્યો હતો,

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ મગરે એનું પેટ ફાડી નાખ્યું હતું. અમેરિકન એલિગેટરને લગભગ એ આખો ગળી જ ગયો હતો, પણ અચાનક એ પેટ ફાડીને બહાર આવી ગયો હતો. સમગ્ર ઘટના ફ્લૉરિડામાં આવેલા નૅશનલ પાર્કમાં બની હતી, જે જોઈને ત્યાંના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

એવું માનવામાં આવે છે કે મગરે અજગરને મૂર્ખ બનાવ્યો હતો. એનું હૃદય મિનિટમાં માત્ર બે-ત્રણ વાર ધબકતું હતું એટલે એ મરી ગયો હોય એવું લાગતું હતું.

Read About Weather here

અજગરને એવું લાગ્યું કે એ મગર મરી ગયો છે. અજગર એના મોઢાનો ભાગ આખો ગળી ગયા બાદ એણે હુમલો કર્યો હતા, જેને કારણે અજગરનું પેટ ફાટી ગયું હતું. આખરે અજગર અને મગર બન્ને મરી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here