ગત સપ્તાહે ખાદ્યતેલમાં સામાન્ય વધ-ઘટ રહેવાને કારણે મગફળીની ખરીદીમાં થોડી ઘણી બ્રેક લાગી છે. એક અંદાજ મુજબ 2 હજાર ગુણી મગફળીનો નિકાલ હજુ બાકી છે. આ મગફળીનો બુધવાર સુધીમાં નિકાલ થઇ જાય તેવી સંભાવના છે. જો નિકાલ થઈ જાશે તો બુધવારથી નવી આવક સ્વીકારવામાં આવશે. જોકે આજે કપાસની આવક 30 હજાર મણ થાય તેવો અંદાજ છે?
Visit Saurashtra Kranti Homepage here
આ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ ખાદ્યતેલમાં આખું સપ્તાહ સતત વધ-ઘટ રહી હતી. અને શનિવારે બંધ થતી બજારે તેલનો ડબ્બો રૂ. 2680નો થયો હતો. આથી મગફળીની ખરીદીમાં તેની અસર જોવા મળી હતી. યાર્ડમાં શનિવારે મગફળીનો ભાવ રૂ.1050થી 1285 સુધી રહ્યો હતો. એક અંદાજ મુજબ આગામી દિવસોમાં ભાવની સપાટી રૂ. 1300એ પહોંચશે. દરેક વખતની જેમ રાજ્ય બહારના ખેડૂતો-વેપારી અને ઓઈલમિલરો ખરીદી માટે આવશે. ચાઈનાની ડિમાન્ડ હોવાને કારણે સીંગદાણાના એક્સપોર્ટમાં પણ તેજી જોવા મળી રહી છે?
Read About Weather here
હાલ મગફળીમાં જેટલી આવક છે તેના જેટલી આવક સીંગદાણામાં પણ જોવા મળી રહી છે. સિઝનમાં 24 કલાક યાર્ડ શરૂ રહેવાને કારણે ખેડૂતો-વેપારીઓની સુવિધામાં વધારો થયો છે. મગફળી-કપાસ ઉપરાંત તલમાં પણ તેજી જોવા મળે છે. સૌરાષ્ટ્રભરના ખેડૂતો બેડી યાર્ડમાં પોતાની જણસી ઠાલવી રહ્યાં છે. સિંગતેલનો ડબ્બો 2680 એ સ્થિર થયો છે. જોકે સિઝનનું સિંગતેલ ભરવાની ખરીદી હવે નીકળશે ત્યારે મગફળીના ભાવ વધી શકે છે?
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here