મંત્રીના દીકરા સામે દુષ્કર્મનો કેસ…!

મંત્રીના દીકરા સામે દુષ્કર્મનો કેસ…!
મંત્રીના દીકરા સામે દુષ્કર્મનો કેસ…!
પીડિતાએ આરોપ લગાવ્યો છે કે રોહિત જોશીએ તેને નશીલા પદાર્થ આપીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતો. રાજસ્થાન સરકારમાં પાણી પુરવઠા મંત્રી ડોક્ટર મહેશ જોશીના દીકરા રોહિત સામે જયપુરની 23 વર્ષની યુવતીએ દિલ્હીમાં દુષ્કર્મ આચર્યાનો કેસ નોંધાવ્યો છે. સેંથામાં સિંદૂર ભરીને લગ્નનું વચન આપ્યું હતું કહેલું કે તે હવે તેની પત્ની બની ગઈ છે. જલ્દીથી લગ્ન પણ કરી લીશે. ત્યાર બાદ બંને હનીમૂન પર ગયા હતા. જ્યારે પીડિતા ગર્ભવતી બની ત્યારે ગર્ભપાત કરાવી લીધો હતો. છેવટે, પીડિતા ઉત્તર દિલ્હીના સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. ઉત્તર દિલ્હી પોલીસે પીડિતાની ફરિયાદ પર FIR નોંધી છે અને તેને સવાઈ માધોપુર SPને મોકલી આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે રોહિત જોશી સાથે ફેસબુક પર મિત્ર બની હતી. બન્ને વચ્ચે વાતચીત થવા લાગી હતી અને ત્યારબાદ મળવાનું શરૂ કર્યું હતુ. ત્યારબાદ રોહિત તેને 8 જાન્યુઆરી 2021ના રોજ સવાઈ માધોપુરમાં તેના મિત્રના ઘરે લઈ ગયો. જ્યાં રોહિતે તેને નશીલા પદાર્થ આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા જ્યારે બેભાન હતી ત્યારે રોહિતે તેનો ન્યૂડ વીડિયો બનાવ્યો હતો અને ફોટા પડી લીધા હતા.20 એપ્રિલ 2021ના રોજ આરોપી પીડિતાને તેના મિત્રના ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેને સેંથામાં સિંદૂર ભર્યું હતું અને કહ્યું હતું કે તે તેની પત્ની બની ગઈ છે. હું ટૂંક સમયમાં લગ્નનું રિસેપ્શન આપવા જઈ રહ્યો છું.

ત્યારબાદ 26 જૂન 2021ના રોજ આરોપી પીડિતાને મનાલી લઈ ગયો અને કહ્યું હતું કે આ આપણુ હનીમૂન છે. પીડિતા 11 ઓગસ્ટ 2021ના રોજ ગર્ભવતી બની હતી. આ અંગે તેણે રોહિતને જાણ કરતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.12 ઓગસ્ટના રોજ રોહિતે પીડિતાને મિત્ર અજય યાદવની ઓફિસમાં બોલાવી, ત્યારબાદ ત્યા પણ પીડિતાને ખૂબ જ માર માર્ય હતો. આરોપીએ યુવતીનો ગર્ભપાત કરાવી લીધો હતો. ત્યારબાદ 3-4 સપ્ટેમ્બરે રોહિતે દિલ્હીની હોટલ સમ્રાટમાં લઈ જઈને સાથે બળાત્કાર કર્યું હતુ. પીડિતાએ જણાવ્યું કે આરોપીએ 17 એપ્રિલ 2022ના રોજ ફરી તેની સાથે રેપ કર્યો.રોહિત જોશી તેના પિતાના મંત્રી હોવાની ધમકી આપે છે.

Read About Weather here

તે કહે છે કે તેના બદમાશો અને માફિયાઓ સાથે સંબંધ છે. તે પોલીસથી ડરતો નથી. તે તેની સ્થિતિ ભંવરી દેવી જેવી કરી શકે છે. કોઈ તેમને નુકસાન પહોંચાડી શકે નહીં. પીડિતાએ પોતાની FIRમાં આ તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.પીડિતાએ જણાવ્યું કે તેનો જીવ જોખમમાં છે. તેથી તેણે ઉત્તર દિલ્હીના સદર બજાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. રાજસ્થાનમાં આ લોકો તેની ફરિયાદ પણ નોંધવા દેતા નથી. ઉત્તર દિલ્હી પોલીસે પીડિતાની ફરિયાદમાં આ તમામ બાબતનો ઉલ્લેખ કર્યો છે અને તેને સવાઈ માધોપુર SPને મોકલી છે, કારણ કે સવાઈ માધોપુરમાં જ 8 જાન્યુઆરી 2021ના રોજ છોકરી પર સૌપ્રથમ વખત બળાત્કાર થયો હતો. આ કેસમાં મંત્રી મહેશ જોશીએ કહ્યું કે આ બાબત મારી જાણકારીમાં નથી. હું જયપુર બહાર છું. જયપુર આવીશ ત્યારે તપાસ કરીશ.અત્રે ઉલ્લેખનીય છે કે રોહિત યુથ કોંગ્રેસનો પ્રદેશ મહાસચિવ રહી ચૂક્યો છે. અત્યારે તે PCCનો સભ્ય છે. અત્યારે વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here