મંગેતરને મોબાઇલમાં ખરાબ મેસેજ મોકલનારાને ટપારતાં યુવાન પર હુમલો

મંગેતરને મોબાઇલમાં ખરાબ મેસેજ મોકલનારાને ટપારતાં યુવાન પર હુમલો
મંગેતરને મોબાઇલમાં ખરાબ મેસેજ મોકલનારાને ટપારતાં યુવાન પર હુમલો

જસદણ ગઢડીયાના કોથમીરના ધંધાર્થીને વાત કરવા સરધારના ખારચીયા પાસે બોલાવ્યા બાદ પાઇપથી તૂટી પડયા

જસદણના ગઢડીયા ગામના દેવીપૂજક યુવાન પર સરધારના ખારચીયા ગામની હોટેલ પાસે ખારચીયા અને રાજકોટના ત્રણ દેવીપૂજક શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કરી જમણો હાથ અને જમણો પગ ભાંગી નાંખતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડયું છે. આ યુવાનની સગાઇ થઇ છે. તેની મંગેતરને હુમલાખોરો પૈકીનો એક મોબાઇલમાં ખરાબ મેસેજ મોકલતો હોઇ તેને આ બાબતે ટપારતાં તેણે વાત કરવા બોલાવ્યા બાદ હુમલો કરી દીધો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગઢડીયા રહેતો અને કોથમીરનો ધંધો કરતો જયેશ ચતુરભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.વ.18) સાંજે પોણા આઠેક વાગ્યે ખારચીયા ગામે તિરૂપતી હોટેલ પાસે હતો ત્યારે ખારચીયાના પ્રકાશ દેવીપૂજક અને રાજકોટના કિરણ તથા અર્જૂને આવી ગાળો દઇ ઝઘડો કરી લોખંડના પાઇપથી બેફામ માર મારતાં જમણો હાથ અને જમણો પગ ભાંગી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

Subscribe Saurashtra Kranti here

આજીડેમ પોલીસ મથકના સ્ટાફે જયેશની ફરિયાદ પરથી ત્રણેય હુમલાખોરો સામે આઇપીસી 325, 323, 504, 506 (2), 114, 135 મુજબ ગુનો નોંધ્યો છે. જયેશે જણાવ્યું હતું કે મારી સગાઇ પાંચેક મહિના પહેલા ગઢડીયા નજીકના આધીયા ગામની યુવતિ સાથે થઇ છે. મારી મંગેતરને ખારચીયાનો પ્રકાશ ફોનમાં ખરાબ મેસેજ મોકલતો હોઇ તેણીએ આ અંગે મને જાણ કરતાં મેં પ્રકાશને ફોન કરી આ રીતે હવે પછી મેસેજ નહિ મોકલવા સમજાવ્યો હતો અને ઠપકો આપ્યો હતો.

એ પછી ગત સાંજે હું કોથમરીના ધંધા માટે ખારચીયા તરફ આવ્યો હતો ત્યારે વાત કરવાના બહાને પ્રકાશે તિરૂપતી હોટેલ પાસે બોલાવી બીજા બે શખ્સો સાથે મળી પાઇપથી હુમલો કરી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી

Read About Weather here

ત્રણેય હુમલો કરી ભાગી જતાં મેં મારા ભાઇ સંજયને ફોન કરીને બોલાવતાં તેણે મને હોસ્પિટલે ખસેડયો હતો. પોલીસે જયેશની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here