ભુવાએ લોકોની માફી માંગી, કાયમી કપટલીલા બંધની જાહેરાત કરી

572

મેંદરડા જીંઝુડા ગામના ભુવાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા

દુકાનના શટર પાસે મેલીવિધાનું પોટલું શા માટે રાખ્યું ? જાથા જાણવાનો પ્રયાસ કરશે

જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના જીંઝુડા ગામના ભુવા ચીમનભાઈ નાથુભાઈ દેગામાની ભૂવા સ્થાપવા, દુઃખ દર્દ મટાડવાની ધતિંગલીલા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે મેંદરડા પોલીસ સ્ટેશનની મદદથી ૧૧૮૪ મો સફળ પદોફારા કર્યો હતો. ભુવાએ લોકોની માંફી માંગી કાયમી કપટલીલા બંધની  જાહેરાત કરી દીધી હતી.

Subscribe Saurashtra Kranti here

બનાવની વિગત પ્રમાણે જીંઝુડાના કાળકામાંના ભૂવા વિરુધ્ધ અવારનવાર જાથાને કાર્યાલયે દોરા-ધાગા, ભૂવા સ્થાપવાની રોડ ઉપર દુકાનના શટર પાસે મેલી વિદ્યાની તાંત્રિક વસ્તુઓ, અડદ-લોટના પુતળામાં ખીલી રાખી, શ્રીફળનું પોટલું સોગીતોએ મુક્તા સી.સી.કેમેરામાં આવી જતા ભૂવાનું નામ ખુલ્યું હતું. ભૂવાએ મોરબીમાં નરસંગ ટેકરી પાસે રાત્રીના ભૂવા સ્થાપવાની વિધિ-વિધાન કર્યા હતા. રાત્રીના એક વાગ્યે ઉતારની વસ્તુ મુકવા પરિવારના સદસ્યોને મોકલતા ભૂવાના ભાંડાફોડમાં નિમિત કારણભૂત થયું હતું.

મોરબી સનાળા રોડ ઉપર ભુવા સ્થાપવાની વિધિ પછી ઉતર મુકવા પરિવારના સદસ્યોને મોકલ્યા હતા. દુકાનનાં શટર પાસે તાંત્રિક વિધિનું પોટલું રાત્રીના એક વાગ્યે મુક્યું તે દિવસે ભૂવા મોરબીમાં રાત્રીનું રોકાણ કર્યું હતું. મોરબીથી રજૂઆત કરવા આવેલાની હકીકત સત્ય સાબિત થઇ હતી. તેથી ભૂવાનો પર્દાફાશ કરવાનું નક્કી થયું હતું.

Read About Weather here

જાથાના પંડ્યા જણાવે છે કે, આગામી પાંચ-છ દિવસમાં મોરબી રૂબરૂ જઈને ભૂવાએ નામો આપેલા છે તે સંબંધી જીલ્લા એસ.પી.વડાને  રજૂઆત કરી તેમની સામે ગુન્હો દાખલ કરવા તજવીજ કરાશે. સી.સી.કેમેરામાં કેદ થયેલા સામે કાર્યવાહી કરવામાં આવશે. શટર પાસે વિદ્યાનું પોટલું શા માટે મુક્યું તેનું કારણ જાણવા જાથા પ્રયાસ કરશે. મેંદરડા પંથકમાં આઠ વર્ષથી ચાલતી ભુવાની ડીંડકલીલા જાથાએ કાયમી બંધ કરાવી છે.

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યાએ જણવ્યું છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમેહુલ વાઘેલાના ગીત સંગીતથી ઝૂમી ઉઠતા દર્દીઓ
Next articleઓરીસ્સાના તટ પર ત્રાટકતું ‘યાસ’ વાવાઝોડુ