ભુજમાં કોરોનાના નિયમોનો ભંગ કરી ડાયરો કર્યો

ભુજમાં કોરોનાના નિયમોનો ભંગ કરી ડાયરો કર્યો
ભુજમાં કોરોનાના નિયમોનો ભંગ કરી ડાયરો કર્યો


ગાયિકા ગીતા રબારી અને આયોજકસંજય પ્રતાપ ઠક્કર સામે ફરિયાદ


લોક ગાયિકા ગીતા રબારીને ડાયરો વેકિસન બાબતે ઠપકા બાદ ફરી સરકારી ગાઇડલાઇનની ઐસીતૈસી : પશ્ર્ચિમ કચ્છ એસપીએ કરી કાર્યવાહી
કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ આમ નાગરિકો સામે કાયદાનો દંડો ઉગામી કરાતી કાર્યવાહી વચ્ચે કચ્છમાં લોક ગાયિકા ગીતા રબારી સતત કોરોના ગાઈડ લાઈનના ભંગ કરવા બદલ ચર્ચામાં છે.

Subscribe Saurashtra Kranti here

પહેલા ભુજના વડઝર ગામે લગ્ન સમારોહમાં ભાગ લેવા બદલ ત્યાર બાદ પોતાને ઘેર વેકિસન લેવા બાબતે ગાયિકા ગીતા રબારી ચર્ચામાં આવ્યા. પણ, તેઓ સુધર્યા નહીં અને ફરી બે દિવસ પહેલાં જ તેમણે ભુજના રેલડી ગામે પોતાના ગ્રૂપ સાથે ડાયરામાં ભાગ લીધો. આ ડાયરો વગર મંજૂરીએ સંજય પ્રતાપ ઠક્કરની વાડીએ યોજાયો હતો.

મામોટિયા પરિવાર દ્વારા યોજાયેલ પેડીમાં આ ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં 250 થી પણ વધુ લોકો હાજર હતા. સોશિયલ મીડિયા માં આ ડાયરા અંગે થયેલ ચર્ચાને પગલે ફરી એકવાર લોક ગાયિકા ગીતા રબારી વિવાદમાં આવ્યા હતા.

Read About Weather here

અગાઉ વિવાદ થયા બાદ ઠપકો મળ્યો હોવા છતાંયે આ વખતે ફરી કાયદાનો ભંગ કરનાર ગીતા રબારી સામે પોલીસે એપેડેમિક એકટ હેઠળ ગુનો નોંધી ફોજદારી કાર્યવાહી હાથ ધરી છે. જેમની વાડીએ આ ડાયરો યોજાયો હતો તે સંજય પ્રતાપ ઠકકર (ગાંધીધામ) સામે પણ ગુનો નોંધાયો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleધો.12નાં પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કરો : સુપ્રીમ
Next articleશહેરમાં ટ્રાફિક લક્ષી સુધારા કરવા અધિકારીઓને તાકીદ કરતા ડે.મેયર