ભીમનગરમાં પત્ની પર પતિએ પિશાચિપણું આચર્યું

આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ !!
આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ !!

નશાખોર પતિએ ધરાર બ્લુ ફિલ્મ દેખાડી પત્નીના ગુપ્તભાગે બટકા ભર્યા : પત્નીએ ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરતા પતિની કામલીલાનો ભાંડો ફૂટ્યો

શહેરના ભીમનગર વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની એક મહિલાએ પરમ દિવસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મહિલાએ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતાં કે તેનો પતિએ દારૂ પી ઘરે આવી પીશાચીપણું આચરે છે. પોતાને પંદરેક દિવસ પહેલા પતિએ દારૂ પીધેલી હાલતમાં શરીર સુખ માણતી વખતે ગુપ્તભાગે બટકા ભરી લીધા છે. પતિ એવું કહેતો કે હવે તારામાં કંઇ નથી… અંતે કંટાળીને પોતે ફિનાઇલ પી ગયાનું તાલુકા પોલીસને નિવેદનમાં જણાવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

કાલાવડ રોડ ભીમનગર વિસ્તારની મહિલા પરમ દિવસે હોસ્પિટલે આવી હતી. પોતે ફિનાઇલ પી ગઇ છે તેવું ડોકટરને કહેતાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. મહિલાએ ચોંકાવનારા આક્ષેપો પતિ વિરૂધ્ધ કર્યા હતાં. તેણીના પ્રથમ બે લગ્ન તૂટી ગયા હોઇ હાલ ત્રીજા લગ્ન કર્યા છે. પરંતુ હાલના પતિએ સમય જતાં વિચીત્ર અને પિશાચી ત્રાસ શરૂ કર્યો હતો. પોતાને મોબાઇલમાં ખરાબ ફિલ્મ બતાવી વિચીત્ર માંગણી કરતો હતો. પંદરેક દિવસ પહેલા તો દારૂ ઢીંચીને ઘરે આવી ભાન ભુલી શરીર સુખ માણતી વખતે ગુપ્તભાગે બટકા ભરી લેતાં ભારે દુઃખાવો શરૂ થયો હતો.

આ દુઃખાવાની દવા લેવા પણ પતિ સાથે ન આવતાં તેમાં રસી થઇ ગયા હતાં. વળી પતિને દવાખાને આવવાનું કહેવાતાં તે એવું પણ કહેતો હતો કે ડોકટરને બટકા ભર્યાની વાત કરવાની નથી. જે દવા આપે એ લઇ લેવાની છે. મહિલાએ એવું પણ કહ્યું હતું કે તેના લગ્નને બાર વર્ષ થઇ ગયા છે. પતિ અવાર-નવાર દારૂ પી આ રીતે ખરાબ હરકતો કરે છે. બાળકોને પણ મારકુટ કરી લે છે. પતિ એવું કહે છે કે હવે તારામાં મજા આવતી નથી, તારા હાડકા લાગે છે. મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે જો મારામાં કંઇ નહોતું તો મને જોવા આવ્યો ત્યારે કેમ પસંદ કરીને લગ્ન કર્યા હતાં

Read About Weather here

મહિલાના પ્રથમ લગ્ન સત્તર વર્ષની વયે રાજકોટમાં થયા હતાં. થોડા સમય પછી પતિ બીજી છોકરી  સાથે ભાગી જતાં તેણે બીજા લગ્ ન ઉપલેટા પંથકના યુવાન સાથે કર્યા હતાં. એ દારૂ પી હેરાન કરતો હોઇ ત્યાંથી છુટાછેડા લઇ ત્રીજા લગ્ન રાજકોટના યુવાન સાથે કર્યા છે. બબ્બે લગ્નમાં ન ઠરેલી આ મહિલા ત્રીજા લગ્નમાં પતિની હેવાનીયત સામે હારી જઇ ફિનાઇલ પીવા મજબૂર થઇ હતી. જો કે પતિ વિરૂધ્ધ અનેક ચોંકાવનારા આક્ષેપો હોસ્પિટલના બિછાનેથી કરનારી આ મહિલાએ પતિ વિરૂધ્ધ કોઇ ફરિયાદ નોંધાવી નથી. આમ છતાં પોલીસે પોતાની રીતે ૧૫૧ હેઠળ પતિ સામે પગલા લઇ તેની વિશીષ્ટ ઢબે પુછતાછ કરી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here