ભાવવધારાને વિરામ…!

બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ પમ્પ બંધ…!
બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ પમ્પ બંધ…!
વીતેલા આઠ દિવસો દરમિયાન પેટ્રોલમાં રૂ. 4.77 અને ડીઝલમાં રૂ. 4.93 વધારો થયો હતો. 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ છેલ્લા આઠ દિવસથી એકધારા ભાવ વધ્યા છે. જોકે આજે નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે ભાવ વધારાએ વિરામ લેતા ઇંધણના ભાવમાં કોઈ વધારો જાહેર કરાયો નથી.પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે પેટ્રોલના ભાવ ફરી રૂ. 100 પ્રતિ લિટરની સપાટી પાર કરી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં પાંચ મહિના અને 23 દિવસ બાદ ફરી પેટ્રોલના કિંમતે સેન્ચુરી લેવલ ક્રોસ કર્યું છે. અગાઉ 7 ઓકટોબર 2021ના રોજ પેટ્રોલમાં રૂપિયા 100નો ભાવ થયો હતો. ગત દિવાળીએ કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સમાં ઘટાડો કરતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હાલમાં થયેલા ભાવ વધારાના કારણે સરકારે જે રાહત આપી હતી તે અત્યારની સ્થિતિએ અડધી થઈ ગઈ છે.

ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ કહ્યું હતું કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. ભાવ વધવા છતાં ઈંધણના વેચાણમાં કોઈ અસર હજુ સુધી આવી નથી.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના પગલે વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ બેરલદીઠ 118 ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા. બંને દેશ વચ્ચે હાલ તણાવ ઓછો થયો છે તેમ છતાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર આસપાસ ચાલી રહ્યા છે.

Read About Weather here

આ બધાને પગલે પેટ્રોલ અને ડીઝાલમાં ભાવ વધારવા પડે એવી સ્થિતિ બની છે. ચૂંટણી હોવાને કારણે ચાર મહિના સુધી ભાવ વધ્યા નહોતા અને હવે જો ભાવ ન વધારવામાં આવે તો પેટ્રોલિયમ કંપનીઓને મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. કંપનીએ ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થયો હોવા છતાં 4 નવેમ્બર, 2021થી 21 માર્ચ 2022 વચ્ચે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. નવેમ્બરમાં ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 80 ડોલર પ્રતિ બેરલ હતી, જે હવે વધીને 110 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસના રિપોર્ટ મુજબ, ભારતમાં ટોપ ફ્યૂલ રિટેલર્સ IOC, BPCL અને HPCLને નવેમ્બરથી માર્ચ વચ્ચે લગભગ 2.25 અબજ ડોલર (19 હજાર કરોડ રૂપિયા)ની રેવન્યુનું નુકસાન થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here