આજે ભાવનગરની સરકારી શાળાઓના નિરીક્ષણ માટે આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયાએ શાળાઓનું નિરીક્ષણ કર્યા બાદ ભારે નિરાશા દર્શાવી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. શીસોદીયાએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારી શાળાઓ ખંઢેર જેવી બની ગઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
આજે શાળાઓના નિરીક્ષણ માટે ગુજરાતની યાત્રાએ આવેલા ‘આપ’ નેતા શીસોદીયાએ ભાવનગરમાં હાદા નગરની શાળા નં.62 ઉપરાંત અન્ય સરકારી શાળાઓનું નિરીક્ષણ કર્યુ હતું. શાળાઓ જોયા બાદ શીસોદીયાએ એવા આકરા વિધાનો કર્યા હતા કે, આ શાળાઓમાં બાળકોનું ભવિષ્ય સળતુ જોયું છે. આ શાળાઓમાં શૌચાલ્ય પણ નથી. ત્યારે મહિલા શિક્ષકો અને વિદ્યાર્થીની બહેનોની કેવી અવદશા થતી હતી. આવી સળેલી સ્કૂલોનું જો જીતુ વાધાણી નિરીક્ષણ કરશે તો એમને ઉંઘ નહીં આવે.
દિલ્હીના શિક્ષણ મંત્રીનો પણ હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી સીસોદીયાએ એવો આક્ષેપ કર્યો હતો કે, આ સળેલી શાળાઓ ભાજપ સરકારની દેણગી છે. ભાજપને કારણે ગુજરાતનું ભવિષ્ય સળી ગયું છે. અમે દિલ્હીમાં એવી શાળાઓ બનાવી છે જયાં ધારાસભ્ય અને જજના સંતાનો પણ અભ્યાસ કરી રહયા છે. 27 વર્ષમાં ભાજપ ગુજરાતમાં આવી એકપણ સારી શાળા આપી શકયો નથી.
Read About Weather here
તેમણે કહયું હતું કે, 2015 પહેલા દિલ્હીમાં પણ આવી પરિસ્થિતિ હતી. પરંતુ અમે સરકારી શાળાના શિક્ષણને ઉચ્ચ સ્તરે લઇ ગયા છીએ. અમે ગુજરાતમાં પણ સત્તા મળી તો પાંચ વર્ષમાં દિલ્હી જેવી શાળાઓ બનાવશું. દેશમાં શિક્ષણની વ્યવસ્થા તો સારી હોવી જોઇએ. ભાવનગરની શાળામાં મે જોયું કે, શૌચાલ્યો પણ નથી. એક મહિલાના માટે ગેસ્ટ શિક્ષક ભાડે લીધા છે. આ શાળા નહીં પણ બાળકોનું ભવિષ્ય અહીં સળી રહયું છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here