આ અકસ્માતમાં ચાર લોકોના સ્થળ પર મોત થયા છે.આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ભાવનગરનાᅠ નવાબંદર રોડ પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. સ્વિફટ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારબાદ પોલીસને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોને બહાર કાઢવા ફાયર વિભાગની પણ મદદ લેવાઇ હોવાની માહિતી મળી રહી છે. ત્યારબાદ પોલીસે મૃતદેહોને બહાર કાઢીને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભાવનગર શહેરમાંᅠ આજે વહેલી સવારે સર્જાયેલાᅠ ગોઝારો અકસ્માતમાં ૪ᅠ કંધોતર યુવાનના કરૂણ મોત નિપજતા અરેરાટી ફેલાઇ જવા પામી હતી. અકસ્માતમાં કારનો બુકડો બોલી જવા પામ્યો હતો. બનાવની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.આ ગમખ્વાર અકસ્માતની મળતી માહિતી મુજબ ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ આજે વહેલી પરોઢે સ્વીફટ કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
Read About Weather here
જેમાં કારમાં બેઠેલા ચાર યુવાનોના સ્થળ પરᅠ કરૂણ મોત નિપજયા છે. બનાવની જાણ થતાં જ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનાᅠ પી.આઇ .ચૌધરી તથા પોલીસ કાફલો અને ૧૦૮ ઈમરજન્સી વાન બનાવ સ્થળે દોડી ગયો હતો.અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો બુકડો બોલી ગયો હતો અને તંત્ર દ્વારા કારમાં ફસાયેલાᅠ યુવાનોના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.અકસ્માતમાં માર્યા ગયેલા મૃતકો શહેરના કરચલીયા પરા વિસ્તાર હોવાનું જાણવા મળેલ છે. જેમાં ધર્મેશ ધનાભાઈ ચૌહાણ ઉં.વ.૨૮, હરેશ જયંતીભાઈ રાઠોડ ઉં.વ.૩૦ અને ધર્મેશ ભુપતભાઈ પરમાર ઉં.વ.૨૨ તથા રાહુલ ચંદુભાઇ રાઠોડ ઉં.વ. ૨૪ ના મોત થયા છે. પોલીસે ચારેય મૃતદેહને સર ટી હોસ્પિટલ ખાતે પી.એમ. રૂમ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. અને ભારે ગમગીની ફેલાઇ જવા પામી હતી.આ બનાવની જાણ થતાં જ મૃતકોના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here