ભાવનગરનાં એ વીર શહીદ જવાનની સહાદતને 50 વર્ષ પુરા…

ભાવનગરનાં એ વીર શહીદ જવાનની સહાદતને 50 વર્ષ પુરા…
ભાવનગરનાં એ વીર શહીદ જવાનની સહાદતને 50 વર્ષ પુરા…

71નાં યુધ્ધમાં શરીર પર 6 બોમ્બ બાંધી પાકિસ્તાની સૈનિકોને ફૂંકી દેનાર
ઘોઘાનાં વાળુંકડ ગામનાં કાદરખાન તુર્કને ભાવેણાની ભાવ ભરી શ્રધ્ધાંજલિ

71 માં ભારત પાકિસ્તાનનાં યુધ્ધમાં બાંગ્લાદેશની સરહદ પર પાકિસ્તાન સામે લડતા-લડતા શહીદ થયેલા ભાવેણાનાં એક નાનકડા ગામનાં વીર જવાનની શહીદીને 50 વર્ષ પુરા થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

એ પ્રસંગે ભાવનગર જિલ્લાએ પોતાના વીર સપૂતને ભાવ પૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા વીર શહીદ કાદરખાન બાદરખાન તુર્કને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંસ્થાનાં નિવૃત જવાનો, શહીદ જવાનનાં નાના ભાઈ સિકંદર ખાન અને જિલ્લા સિપાઈ સમાજનાં આગેવાન આરીફ ખોખરે શહીદ જવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ સમયે વીર શહીદ કાદર ખાનનાં 97 વર્ષનાં વયવૃધ્ધ માતાજી અમીરબેન પણ હાજર રહેતા સૌની આંખો ભીની થઇ ગઈ હતી. ભાવનગરનાં જિલ્લાનાં ઘોઘા તાલુકાનાં વાળુંકડ ગામનાં મૂળ રહેવાસી કાદરખાને બાંગ્લા સરહદે પોતાના શરીર પર 6 બોમ્બ બાંધીને ડઝનબંધ પાકિસ્તાની સૈનિકોનો ખાતમો બોલાવી દીધો હતો

Read About Weather here

અને અનેરૂ બલિદાન આપ્યું હતું. આ વીર જવાનનાં પૌત્ર અને એમના ભત્રીજા પણ ભારતીય સેનાંમાં જોડાવા માટે આતુર બન્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here