સૌરાષ્ટ્ર-કચ્છમાં એકધારી મેઘસવારી વચ્ચે વીજતંત્રમાં સતત દોડધામ રહી હોય તેમ વીજ થાંભલાથી માંડીને જુદા જુદા સાધનોને નુકશાનીનો ઘટનાક્રમ યથાવત રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વધુ 32 ગામડાઓમાં અંધારપટ્ટ છવાયો હતો. 231 થાંભલા તૂટી ગયા હતા જ્યારે 184 ફીડર ફોલ્ટમાં ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
પીજીવીસીએલના સુત્રોએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે ઠેકઠેકાણે વીજપોલ તૂટી પડવાના બનાવો બનતા રહ્યા છે. આજે સવારની સ્થિતિએ 231 વીજ થાંભલાઓ ડેમેજ થયા હતા જેમાં સૌથી વધુ 64 જામનગરમાં, અંજાર સર્કલમાં 53, અમરેલીમાં 24, ભાવનગરમાં 20, પોરબંદરમાં 23, જૂનાગઢમાં 23 અને રાજકોટ ગ્રામ્યમાં 17 થાંભલા ડેમેજ થયા હતા. આ સિવાય ભૂજ સર્કલ હેઠળના 32 ગામોમાં અંધારપટ્ટ સર્જાયો હતો. 184 ફીડર ફોલ્ટ થયા હતા. જેમાં સૌથી વધુ 77 ફીડર માત્ર ભુજ સર્કલમાં થયા હતા. અંજાર સર્કલમાં પણ 51 ફીડર ફોલ્ટમાં ગયા હતા. કચ્છમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
Read About Weather here
દરમિયાન વરસાદને કારણે વ્યાપક નુકશાનીની ચકાસણી કરવા માટે પીજીવીસીએલના જોઇન્ટ મેનેજીંગ ડાયરેક્ટર પ્રિતી શર્મા ખુદ ફિલ્ડમાં પહોંચ્યા હોય તેમ જૂનાગઢ જિલ્લાનાં ગામડાઓની રૂબરૂ સમિક્ષા કરી હતી. અધિકારીઓની ટીમ સાથે જૂનાગઢ પંથકમાં પહોંચ્યા હતા અને વીજતંત્રનાં નુકસાનીનો રિપોર્ટ મેળવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here