ભારે વરસાદથી રાજકોટ અને જામનગર જિલ્લાના ખેડૂતોને સૌથી વધુ નુકસાન

ભારે વરસાદથી રાજકોટ અને જામનગર જિલ્લાના ખેડૂતોને સૌથી વધુ નુકસાન
ભારે વરસાદથી રાજકોટ અને જામનગર જિલ્લાના ખેડૂતોને સૌથી વધુ નુકસાન

નવી સરકાર વહેલી તકે સર્વે પૂર્ણ કરી પૂરતી સહાય આપે
રાજકોટ કિસાન સંઘની માગ
કપાસ, ડુંગળી અને મગફળીના પાકને મોટુ નુકસાન

એક સપ્તાહ પૂર્વે પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા નવી સરકાર પાસે વહેલી તકે પૂરતી સહાયની માગ કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું છે કે, ભારે વરસાદથી રાજકોટ અને જામનગર જિલ્લાના ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે. આથી નવી સરકાર વહેલી તકે સર્વે પૂર્ણ કરી પૂરતી સહાય કરે તેવી અમારી માગ છે.

ગત સોમવારના રોજ જામનગર અને રાજકોટ જિલ્લામાં દિવસભર મુશળધાર વરસાદ વરસતા ક્યાંક ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે તો ક્યાંક ખેતરમાં ઉભા પાકને નુકસાન થયા હોવાનું સામે આવી રહ્યું છે.

આજ રોજ ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપ સખીયાએ ભારે વરસાદ પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં જલ્દીથી સર્વે પૂર્ણ કરી વહેલી તકે પૂરતી સહાય ખેડૂતોને આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ અને જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. જેમાં ખેતરમાં ઉભા પાકમાં કપાસ, ડુંગળી અને મગફળીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

કેટલીક જગ્યાએ ખેતરો ધોવાય ગયા છે તો આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખી પૂરતી અને યોગ્ય સહાય જલ્દીથી ખેડૂતોને આપવામાં આવે તેવી અમારી ખેડૂત આગેવાન તરીકે માંગ છે. ઉલ્લેખનીય છે

Read About Weather here

કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર જિલ્લાના જ ધારાસભ્ય અને વતની છે. ત્યારે તેઓ પણ આ વિસ્તારની પરિસ્થિતિથી વાકેફ છે અને તેઓએ પણ અસરગસ્ત વિસ્તારોની મુલાકાત કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here