ભારે પવનનાં કારણે ત્રણ સ્થળો પર આગ ભભૂકતા તંત્રમાં દોડધામ

જંકશન રેલવે સ્ટેશનમાં વિજવાયરોમાં સ્પાર્ક થતા મીની ફાયર ફાઈટર દોડી ગયું: કાર-બુટ-ચંપલની દુકાનમાં વિજશોકથી આગ લાગ્યાની શંકા

રાજકોટમાં મધરાતે ૭૦ કિમી ઝડપે પવન ફૂંકાવાના કારણે ત્રણ સ્થળો પર વિજવાયરોમાં સ્પાર્કથી આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી જઈ આગ બુજાવી નાખી હતી. જેમાં જંકશન રેલવે પ્લેટફોર્મ પર વિજવાયરમાં સ્પાર્ક થવાથી આગભભૂકી હતી. જયારે નવદુર્ગા ગરબી ચોકમાં અજાણી કારની અંદર આગ લાગી હતી. આ ઉપરાંત માલવીયા ચોકમાં એક બુટ-ચંપલની દુકાનમાં આગ ભભૂકી હતી.

Subscribe Saurashtra Kranti here

પ્રથમ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ નવદુર્ગા ગરબી ચોકમાં શેરી.૫ માં રાત્રીના સામયે કારમાં અકળ કારણોસર આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડનાં સ્ટાફને થતા બેડીપરા ફાયર બ્રિગેડની એક ગાડી દોડી ગઈ હતી અને કાર પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી અન્ય બે કારોને બચાવી લીધી હતી.

જયારે બીજા બનાવમાં રેલવે જંકશન પ્લેટફોર્મ નં.૨ અની વચ્ચે ઇલેક્ટ્રિક લાઈનમાં આગ લાગી હોવાની જાણ થતા આર.પી.એફ ટીકુ કુમારે કરતા એક ફાયર ફાઈટરે દોડી જઈ હાઈ ફૂન્ટ નંબર ૭૭ અને ૭૮ અને ૩૦ થી ૩૧ વચ્ચે ઇલેક્ટ્રિક લાઈનમાં લાગેલી આગને બુઝાવી નાખી હતી. પ્રીફૂલીંગ ચાર્જીંગ કમલમાં આગ લાગી હોવાથી મોટું નુકશાન થયું ન હતું.

Read About Weather here

આ ઉપરાંત ત્રીજા બનાવમાં પ્રમુખ સ્વામી આર્કેડમાં આવેલી ફીંગલ શુઝ નામની દુકાનમાં આગ લાગ્યાની જાણ થતા બે ફાયર બ્રિગેડની ટીમે દોડી જી દુકાનનું પ્લાયવુડ તોડી આગ બુઝાવી નાખેલી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here