સ્વર્ણિમ યુદ્ધ વિજય વર્ષ નિમિતે
આપણા દેશના સૈનિકો પ્રત્યે વિરતાની લાગણી દર્શાવવા અને સ્વર્ણિમ યુધ્ધ વિજય વર્ષ
અનુસંધાને ‘રંગ દે વિર’ ઓન લાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન ભારત વિકાસ પરિષદ-રાપર શાખા દ્વારા કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા બે વિભાગમાં યોજાશે,પ્રથમ વિભાગમાં ધો.1થી 7 ના વિધાર્થીઓ અને દ્વિતીય વિભાગમાં ધો.8 થી 12 ના વિધાર્થીઓ ભાગ લઈ શકશે.
ભાગ લેનાર દરેક સ્પર્ધકે નામ,ઉમર,શાળાનું નામ, વિભાગ, વિગેરે માહિતી લખવાની રહેશે.શાખા દ્વારા નિમાયેલા નિર્ણાયકો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવશે.
વિજેતાઓને ઈનામ અને ટ્રોફી આપવામાં આવશે.ભાગ લેનાર દરેક સ્પર્ધકને ઈ પ્રમાણપત્ર આપવામાં આવશે.બંન્ને વિભાગમાંથી વિજેતા કૃતિઓને આગળ સ્પર્ધા માટે મોકલવામાં આવશે.
આ સ્પર્ધાની થીમ સ્વર્ણિય વિજય વર્ષ અને આપણા શહિદ વીરોને શ્રધ્ધાંજલી રહેશે.ભાગ લેનારે પોતાની કૃતિ સંયોજક પારસભાઈ ઠક્કર,વોટ્સએપ નંબર 9879135505 અને સહસંયોજક વિપુલભાઈ પટેલ,
વોટ્સએપ નંબર 9427039555 પર આગામી તા.13 સુધી મુકવાની રહેશે.