ચેતના કે-સ્વર નામના પુસ્તકમાંથી જ કોઈ ગીત પસંદ કરવાનું રહેશે
દેશના નાગરીકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્ર ભાવના સુદ્રઢ અને બળવતર બને એ માટે થઈને ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાઓનું આયોજન સમયાંતરે થતું હોય છે.
Subscribe Saurashtra Kranti here
વર્તમાનમાં કોરોના મહામારીને કારણે આ વખતે એકલ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ત્રણ વિભાગ દ્વારા નામાંકન કરવામાં આવશે.
પ્રથમ વિભાગમાં ધોરણ છ થી આઠના વિધાર્થીઓ,બીજા વિભાગમાં ધોરણ નવ થી બારના વિધાર્થીઓ અને વિભાગ ત્રણમાં ભારત વિકાસ પરિષદ સાથે જોડાયેલા સભ્યો અને એમના પરિવારમાંથી કોઈ પણ સભ્ય ઉમરના બાધ વગર ભાગ લઈ શકશે.
ચેતના કે સ્વર નામના પુસ્તકમાંથી જ કોઈ ગીત પસંદ કરવાનું રહેશે.જેની કોપી ૂૂૂ.બદાશક્ષમશફ.ભજ્ઞળ પરથી મલી શકશે.અથવા તો આ પ્રકલ્પના સંયોજક પાસેથી મેળવી શકાશે.
પસંદ કરેલા ગીતનો વિડીઓ રેકોર્ડિંગ કરી આગામી તા.18 પહેલાં સંયોજક પારસભાઈ ઠક્કર મો.નં. 9879135507 અને સહસંયોજક વિપુલભાઈ ઠક્કર, મો.નં.94270 39555 ના વોટ્સએપ નંબર પર મોકલવાનું રહેશે.3થી 5 મનીટસ સુધીનું જ રેકોર્ડિંગ માન્ય રહેશે.
શાખા દ્વારા નિમાયેલ નિર્ણાયકો દ્વારા પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર સ્પર્ધકને ઈનામ તથા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવશે.ભાગ લેનાર દરેક સ્પર્ધકને પણ ડીઝીટલ સર્ટિફિકેટ આપવામાં આવશે.
દરેક વિભાગમાંથી પ્રથમ આવનાર કૃતિને પ્રાંતમાં મુકવામાં આવશે.આ સ્પર્ધા ક્રમશ: શાખા, પ્રાંત, રીજન અને રાષ્ટ્ર લેવલ સુધી દરેકમાં ત્રણ વિભાગ દ્વારા યોજાશે.
Read About Weather here
સારો સ્પર્ધકને રાષ્ટ્ર લેવલ સુધી પહોંચવાનો મોકો મલી શકે છે. ભાગ લેનાર દરેકે પોતાના નામ,ધોરણ, ગામ, શાળા, મો.નંબર વિગેરે પોતાની કૃતિ સાથે લખવાનું રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here