ભારત માટે બ્રોન્ઝ ચૂકી ગયા..!

ભારત માટે બ્રોન્ઝ ચૂકી ગયા..!
ભારત માટે બ્રોન્ઝ ચૂકી ગયા..!

ભારે લડત બાદ હોકી બ્રોન્ઝ ચુકી જતી ભારતીય મહિલાઓ, બ્રિટનનો વિજય

પહેલવાન બજરંગ ભારે રંગમાં, બે મહત્વની જીત મેળવી સેમીફાઇનલમાં ભવ્ય પ્રવેશ: અન્ય કુસ્તીબાજ રવિ દહિયાએ દેશને અપાવ્યો પહેલો સીલવર મેડલ

મહિલા હોકીનાં મેચમાં ગ્રેટબ્રિટને જબરી રસાકસી બાદ ભારતને 4-3થી હરાવ્યું: ભારતીય મહિલા હોકી ટીમની શાનદાર રમતની પ્રસંશા કરતા વડાપ્રધાન મોદી

ટોકીયો ઓલિમ્પિકમાં આજે મહિલા હોકીમાં બ્રોન્ઝ મેડલ મેળવવાની મહિલા હોકી ટીમની આશા ચકનાચુર થઇ ગઇ હતી. પરંતુ ભારતીય પહેલવાનોએ દમામદાર દેખાવ ચાલુ રાખીને ભારત માટે ચંદ્રક મેળવવાનો રસ્તો આસાન કર્યો છે.

Visit Saurashtra Kranti https://saurashtrakranti.com/

ગઇકાલે રવિ દહિયાએ કુસ્તીમાં ભારતને પહેલો રજક ચંદ્રક અપાવ્યા બાદ આજે ભારે રંગમાં આવેલા પહેલવાર બજરંગ પુનિયાએ ઉપરા ઉપર બે શાનદાર જીત મેળવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને એક ચંદ્રક ભારત માટે નિશ્ર્ચિત કર્યો છે.

આ રીતે કુસ્તીબાજોએ ભારતની લાજ રાખી છે. જો કે મહિલા કુસ્તીબાજ સીમા બિસલાનો 50 કિલોગ્રામ ફિ સ્ટાઇના પ્રથમ મેચમાં જ ટયુનેશીયાની શારા હમદી સામે પરાજય થયો હતો. શારા વિશ્ર્વ ચેમ્પીયન છે અને ત્રણ ઓલિમ્પિક મેડલ જીતી ચુકી છે.

આજે ભારતીય હોકી માટે નિરાશા જનક દિવસ રહયો હતો. પુરૂષ ટીમની જેમ મહિલા ટીમ બ્રોન્ઝ મેડલ મેળવશે તેવી આશા હતી. ગ્રેટબ્રિટન સામે આજે રમાયેલા મેચમાં પહેલા અને બીજા કવાર્ટરમાં ભારતની મહિલાઓએ શાનદાર શરૂઆત કરી હતી અને જોરદાર લડત આપીને 3-2 ગોલથી સરસાય મેળવી લીધી હતી

પરંતુ ત્રીજા અને ચોથા કવાર્ટરમાં ભારતીય મહિલા ટીમ શરસાય જાળવી રાખી શકી ન હોતી. છેલ્લા બે કવાર્ટરમાં બ્રિટનની મહિલાઓએ ભારતની રક્ષા હરોળને ભેદીને ઉપરાં ઉપરી બે ગોલ જીકી દેતા દિલધડક અને રોમાંચક મુકાબલામાં બ્રિટનનો ભારત પર 4-3થી વિજય થયો હતો. આ રીતે બ્રોન્ઝ મેડલની આશા પળી ભાંગી હતી અને મહિલા ટીમ નિરાશ થઇ ગઇ હતી.

સવિતા પુનિયાએ આજે પણ પ્રથમ કવાર્ટરમાં બે ગોલ બચાવીને શાનદાર ગોલ કિપીંગ કરી હતી. ભારત તરફથી ગુરજીત કૌરે-2 અને વંદના કતારીયાએ 1 ગોલ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મહિલા હોકી ટીમની શાનદાર રમત હંમેશા યાદગાર રહેશે. એમણે ટોકીયો ઓલિમ્પિકમાં અભુતપૂર્વ રમત બતાવી છે. વડાપ્રધાને મહિલા હોકી ટીમની ભરપુર પ્રસંશા કરી હતી.

Read About Weather https://mausam.imd.gov.in/

કુસ્તીમાં ગઇકાલે રવિ દહિયાએ ભારતને પહેલો સીલ્વર અપાવ્યો હતો. આજે બાવડાનું બળ બતાવી પહેલવાન બજરંગ પુનિયાએ 65 કિલો કેટેગરીમાં પહેલા મેચમાં કિરગીસ્તાનના એનાજર અકમાતાલીવને હરાવ્યો હતો ત્યાર બાદ સૌથી મહત્વના કવાટર ફાઇનલ મુકાબલામાં ઇરાનના મુરર્તુઝા ગયાસીને પરાજીત કરી બજરંગ પુનિયાએ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

સેમીફાઇનલમાં બજરંગની ટક્કર ત્રણ વખતના વલ્ડ ચેમ્પીયન આઝર બયઝાનના હાજી અલીએવ સાથે થશે. કવાટર ફાઇનલમાં બજરંગે શાનદાર કુસ્તીદાવ અજમાવ્યા હતા. શરૂઆતમાં પોઇન્ટમાં પાછળ રહયા બાદ બજરંગે 2 પોઇન્ટ જીતી ઇરાનના પહેલવાનને પરાજીત કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here