ભારત પર વિશ્ર્વનાં આતંકી જૂથોની કુડી નજર, કેન્દ્ર સાવધ

ભારત પર વિશ્ર્વનાં આતંકી જૂથોની કુડી નજર, કેન્દ્ર સાવધ
ભારત પર વિશ્ર્વનાં આતંકી જૂથોની કુડી નજર, કેન્દ્ર સાવધ

આંતરિક અને વિશ્ર્વના ત્રાસવાદી જૂથો, ડ્રગ માફીયા અને આતંકવાદની ધરી:આતંકવાદીઓને ભંડોળ સહિતનાં સુરક્ષા વિશેયક મુદ્દાઓ પર મનોમંથન
ત્રાસવાદનાં સજ્જડ મુકાબલા માટે કેન્દ્રીય એજન્સીઓને સંકલન સાધવા તાકીદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચકક્ષાની બેઠક યોજી, સ્થિતિની સઘન સમીક્ષા: કેન્દ્ર અને રાજ્યોનાં ઉચ્ચકક્ષાના પોલીસ અને ગુપ્તચર અધિકારીઓની હાજરી

માત્ર આંતરિક રીતે સક્રિય ત્રાસવાદીઓ નહીં પરંતુ વિશ્ર્વના ત્રાસવાદી જૂથો તરફથી પણ ભારતની સુરક્ષા પર સર્જાયેલા ખતરા અંગે ઉચ્ચ સ્તરની બેઠકમાં દેશની સુરક્ષા માટે ઊંડું મનોમંથન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચકક્ષાની બેઠકમાં ગૃહમંત્રીએ દેશની સુરક્ષા પર સતત ઝળુંબતા ત્રાસવાદનાં ખતરા અંગે ચર્ચા કરી હતી અને દેશની અંદરનાં અને બહારનાં ત્રાસવાદી જૂથોને ભરી પીવા માટે વધુ સારું અને સજ્જડ સંકલન સાધવા કેન્દ્ર અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ તથા ગુપ્તચર પાંખને સ્પષ્ટ તાકીદ કરી હતી.

ઉચ્ચકક્ષાની સુરક્ષા બેઠક માટે ટોચનાં કેન્દ્રીય અને રાજ્ય દળોનાં અધિકારીઓ તથા ગુપ્તચર સંસ્થાનાં વડાઓ હાજર રહ્યા હતા. અનેક રાજ્યોનાં અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા.

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આંતરિક અને વિશ્વનાં ત્રાસવાદી જૂથો તરફથી દેશ સામે ખતરો યથાવત રહ્યો છે. ઉપરાંત ડ્રગ માફીયા અને આતંકવાદીઓની ધરી, સંગઠિત ગુનાખોર ટોળકીઓ અને ત્રાસવાદ વચ્ચેની નાપાક ધરી, સાઈબર ક્રાઈમ, આતંકવાદીઓને ફંડ તેમજ

વિદેશી ત્રાસવાદીઓની હેરફેર જેવા ખતરા યથાવત છે. અમિત શાહે સતત સર્જાતા રહેતા સુરક્ષાનાં પડકારો અને પરિવર્તનને ધ્યાનમાં લઇ કેન્દ્ર તથા રાજ્યની સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન અને આયોજન પર ભાર મુક્યો હતો.

પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદ ફરીથી બેઠો કરવાના પ્રયાસો થઇ રહ્યા છે અને સુરક્ષા દળોએ એ દિશામાં લાલબતી ધરી છે. ત્યારે આ બેઠકનું મહત્વ વધી જાય છે. ગૃહખાતાનાં સુત્રોએ જણાવ્યું હતું

કે, ઈન્ટેલીજન્સ બ્યુરોના વડામથકે આવી સુરક્ષા બેઠકો અવારનવાર થતી હોય છે, પણ ગૃહમંત્રી જાતે હાજરી આપે એવું ભાગ્યે જ બનતું હોય છે. એટલે આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.

Read About Weather here

ગૃહમંત્રી અમિત શાહ ગુપ્તચર માહિતીની આપ-લેના સમગ્ર માળખા અને સિસ્ટમ પર બારીક નજર રાખવા માંગે છે. ગુપ્તચર માહિતીની બરાબર આપ-લે થાય એ જરૂરી છે. સુત્રોએ જણાવ્યું હતું કે, ગૃહમંત્રી આંતરિક સુરક્ષાને લગતી ઘટનાઓ પર ઝીણવટ ભરી નજર રાખી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here