ભારતીએ હાલમાં જ પોતાના વ્લોગમાં ડિલિવરી અંગે વાત કરી હતી. કોમેડિયન ભારતી સિંહ દીકરાની માતા બની છે. ભારતીએ પ્રેગ્નન્સીના નવ મહિના સુધી કામ કર્યું છે. તેણે પ્રેગ્નન્સી દરમિયાન રજા લીધી નહોતી. ભારતીએ વ્લોગમાં ડિલિવરીના બે દિવસ પહેલાંથી લઈ હોસ્પિટલ જવા સુધીની જર્ની અંગે વાત કરી હતી. ભારતીએ કહ્યું હતું કે ડિલિવરીના બે દિવસ પહેલાં જ તેને કમરમાં બહુ જ દુખાવો થતો હતો. તેને ખ્યાલ નહોતો કે તે લેબર પેઇન હતું કે નોર્મલ દુખાવો. તેણે આ વાત ઘરમાં કોઈને કરી નહોતી.વધુમાં ભારતીએ કહ્યું હતું કે તેના સાસુ તથા મમ્મી નાની-નાની વાતોમાં હેરાન-પરેશાન થઈ જતા હોવાને કારણે તેણે આ વાત કોઈને કરી નહોતી.
Visit Saurashtra Kranti Homepage here
ભારતીએ ગભરામણ થતી હોવાની પણ વાત કરી હતી. ભારતીએ ડિલિવરીના એક દિવસ પહેલાં સુધી શૂટિંગ કર્યું હતું. તેને થોડું થોડું પેઇન થતું હતું, પરંતુ તે સહન કરી શકતી હતી અને તેથી જ તેણે કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીએ ‘ખતર ખતરા ખતરા’ શોનું શૂટિંગ કર્યું હતું.ભારતી પતિ સાથે 2 એપ્રિલે સાંજે હોસ્પિટલ ગઈ હતી. હોસ્પિટલ જતાં સમયે ભારતી ઘણી જ નર્વસ હતી. કારમાં ભારતી તથા હર્ષ છોકરો આવશે કે છોકરી તે જાણવા ઉત્સુક હતાં.
ભારતીએ હોસ્પિટલ બેગમાં બેબી બોય અને બેબી ગર્લ બંનેના કપડાં લીધાં હતાં. ભારતી નવર્સ હોવાની સાથે સાથે એક્સાઇટેડ પણ જોવા મળી હતી.ભારતી હોસ્પિટલ આવી, તે વાત તેમણે પરિવારને કહી નહોતી. તેમના મતે પરિવાર એકદમ પેનિકમાં આવી જાય છે અને તેથી તેમણે આ વાત કહી નહોતી. ભારતી લેબર રૂમમાં હતી ત્યારે પરિવારને કહ્યું હતું.
Read About Weather here
ભારતીને હોસ્પિટલ જતાં સમયે ઘણો જ ડર લાગતો હતો અને તે રડી પણ હતી. ભારતીએ કહ્યું હતું કે તેને આખી રાત લેબર પેઇન રહ્યું હતું. ડૉક્ટર અડધો અડધો કલાકે ચેક કરવા આવતા હતા. સવારે સાડા ચાર વાગે દુખાવો વધી ગયો હતો. આ સમયે તેને તેની મમ્મીની યાદ છે. ભારતીએ સી સેક્શનથી ડિલિવરી કરાવી હતી. તેણે એમ કહ્યું હતું કે તે સ્ટેજ પર જતાં પણ આટલું ડરી નહોતી, પરંતુ હોસ્પિટલમાં જતાં સમયે ઘણી જ ડરી ગઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here