ભારતીય ચોકી સુધી ભીષણ આગ પહોંચી…!

ભારતીય ચોકી સુધી ભીષણ આગ પહોંચી...!
ભારતીય ચોકી સુધી ભીષણ આગ પહોંચી...!

પાક સેનાએ આ આગ પુંચ જીલ્લાના દેગવાર સેકટરના સેરી વિસ્તારમાં લગાવી છે. તેના લીધે નિયંત્રણ રેખા પર ભારતીય વિસ્તારમાં બારૂદી સુરંગોમાં વિસ્ફોટ થઇ રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવાના ઉદેશથી પાકિસ્તાન દ્વારા લગાવાયેલ આગ નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય સેનાની અગ્રીમ ચોકીઓ સુધી પહોંચી ગઇ છે.

આતંકવાદીઓની ઘુસણખોરી રોકવા માટે આ સુરંગો બીછાવાઇ છે. ભારતીય સેનાના જવાન આગ પર કાબુ મેળવવામાં લાગ્યા છે. આ આગથી નિયંત્રણ રેખાની નિગરાની માટે લગાવાયેલ ઉપકરણો પણ નષ્ટ થવાની ભીતી છે.

આગ એટલી ભયંકર છે કે તેની લપટ કેટલાય કિલોમીટર દુરથી દેખાઇ રહી છે. સુત્રો અનુસાર પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી નેતાઓ બરફવર્ષા પહેલા પાકિસ્તાની સહયોગથી મોટા પાયેે આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાની ફિરાકમાં છે.

મંગળવારે મોડી સાંજે પુંચ જીલ્લાના દેગવાર સેકટરમાં નિયંત્રણ રેખાની પેલી તરફ પાકિસ્તાની સૈનિકોએ સુકા ઘાસમાં આગ લગાવી હતી. જે ભારતીય સેનાની અગ્રીમ ચોકીઓ પાસે પહોંચી ગઇ છે.

આગના કારણે ભારતીય સેના દ્વારા નિયંત્રણ રેખા પર ઘુસણખોરી રોકવા બિછાવાયેલ બારૂદી સુરંગોમાં વિસ્ફોટ થઇ રહયા છે.તો સેનાના જવાન પાકિસ્તાનની મેલી મુરાદને ઓળખીને આગ પર કાબુ મેળવવાની સાથે સરહદ પર પણ નજર રાખી રહયા છે.

સેનાના એક અધિકારીએ જણાવ્યું કે આગ બુઝી ગયા પછી જ તેનાથી થયેલ નુકશાનનો અંદાજ આવી શકે છે. આગ ઠરી ગયા પછી ઘુસણખોરી રોકવા લગાવાયેલ ઉપકરણોની તપાસ કરાશે. જો તેને નુકશાન પહોંચ્યું હશે તો તેમને ફરીથી સ્થાપીત કરવામાં આવશ.

Read About Weather here

તેમણે ભરોસો વ્યકત કર્યો કે જવાનો સ્થિતિ સામે નીપટી રહયા છે અને કોઇ પણ આતંકવાદીને ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી નહી કરવા દેવાય.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here