ભારતમાં બન્યો ડેમ સુરક્ષા કાયદો!!

ભારતમાં બન્યો ડેમ સુરક્ષા કાયદો!!
ભારતમાં બન્યો ડેમ સુરક્ષા કાયદો!!

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ડેમ સુરક્ષા ખરડો પસાર

રાષ્ટ્રીય જળ સંપતિ આધારિત પરી યોજનાઓનાં લાભ લોકોને અવિરત મળતા રહે અને સાથે-સાથે સુરક્ષા પર જળવાઈ એ માટે આખરે ભારતમાં ડેમની સુરક્ષાનો કાયદો ઘડવામાં આવ્યો છે. 37-37 વર્ષ સુધી જે ખરડો તૈયાર થઇ રહ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

એવો જળસુરક્ષા ખરડો સંસદનાં બંને ગૃહમાં પસાર થઇ ગયો છે. આથી પુરાણા અને નબળા જળાશયોની સુરક્ષા જેવા મહત્વનાં મુદ્દા પર તંત્ર ધ્યાન આપી શકશે. લોકસભામાં ગયા વર્ષે 2019 માં ડેમ સુરક્ષા વિધેયક પસાર થયું હતું. રાજ્યસભામાં ગઈકાલે ગુરૂવારે ખરડો પસાર કરી લેવામાં આવ્યો હતો.

અમેરિકા અને ચીન પછી મોટા અને વધુ જળાશયો ધરાવતા દેશોમાં આપણા દેશનું નામ ત્રીજા ક્રમે છે. છતાં આઝાદીનાં 70 વર્ષ પછી પણ ડેમની સુરક્ષા અંગેનાં કોઈ કાયદાનું અસ્તિત્વ ન હતું. છેલ્લા લગભગ 37 વર્ષથી તો ખરડાનો મુસદો તૈયાર કરવામાં આવી રહ્યો હતો.

સંસદમાં સરકારે રજુ કરેલા ડેટા મુજબ ભારતમાં અત્યારે કુલ 5745 જેટલા મોટા ડેમ છે. જે પૈકીનાં 293 ડેમ 100 વર્ષ જુના છે. જયારે 1041 ડેમ 50 થી 100 વર્ષ જુના છે.

કેન્દ્રીય જળ પંચનાં જણાવ્યા મુજબ આટલા જરી પુરાણા ડેમો હોઈ તેનાથી સુરક્ષાની ગંભીર ચિંતા ઉભી થતી હોય છે અને ડેમની આસપાસ વસતા મોટા સમૂહ પર જોખમનું પ્રમાણ પણ વધી જાય છે. એ કારણે ડેમની સુરક્ષા કરવાનું જરૂરી બન્યું હતું.

પંચનાં જણાવ્યા મુજબ આવા મહત્વનાં માળખાકીય સાધનોમાં થયેલા જંગી રોકાણની સુરક્ષા માટે તેમજ ડેમ પરી યોજનાઓ થકી લોકોને મળતા લાભ અવિરત ચાલુ રહે એ દ્રષ્ટિએ પણ ડેમની સુરક્ષાનો મુદ્દો કેન્દ્ર સ્થાને રાખવાનું જરૂરી બન્યું હતું.

જળ સંકટનાં સમયમાં પણ લોકોને પૂરતું અને સમયસર પાણી મળી રહે અને હવામાનનાં ફેરફારોની અસર ઓછી થાય એ માટે પણ ડેમ સુરક્ષા અત્યંત મહત્વની છે.કેન્દ્ર સરકારનાં જળશક્તિ વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું કે, આઝાદી પછીના સમયગાળામાં દેશમાં 40 ડેમો તૂટી પડ્યાની ઘટનાઓ બની છે.

સૌથી વધુ દર્દનાક અને ભયાનક ઘટના ગુજરાતનાં મોરબીમાં બની હતી. 1979 માં ભારે વર્ષાતાંડવ બાદ વિશાળકાય મચ્છુ ડેમ તૂટી પડતા એ સમયે હજારો નાગરિકો માર્યા ગયા હતા. મચ્છુ હોનારથ થયા બાદ 18 જેટલા રાજ્યોએ ડેમ સુરક્ષા સંગઠનની રચના કરી હતી.

જો કે ત્યાં સુધી કોઈ કેન્દ્રીય કાયદો ન હોવાથી દરેક રાજ્યો પોતપોતાની રીતે સુરક્ષાનો પ્રબંધ કરતા રહેતા હતા. આ ખરડાનો કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો અને રાજ્યોનાં અધિકારો પર તરાપ સમાન ગણાવ્યો હતો.

રાજ્ય સભામાં કોંગ્રેસનાં શક્તિસિંહ ગોહિલે ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે, આ વિધેયક ગેરબંધારણીય છે અને કાયદાથી વિપરીત છે. કેમકે જળ વિતરણ અને ડેમ રાજ્યનો વિષય છે. આવો કાયદો લાવીને કેન્દ્ર સરકાર રાજ્યનાં અધિકારો પર તરાપ મારી રહી છે.

જો કે સરકારે આ આક્ષેપો નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે ડેમોની સુરક્ષા માટે ચાર સ્તરનું સર્વેક્ષણ ગોઠવાશે. જેમાં બે કેન્દ્રીય સ્તરે અને બે રાજ્ય સ્તરે સર્વેક્ષણની વ્યવસ્થા ગોઠવાશે.

Read About Weather here

ડેમ સુરક્ષા અંગે રાષ્ટ્રીય કમિટી રચાશે અને નેશનલ ડેમ સેફટી ઓથોરીટીની રચના પણ કરવામાં આવશે. નિશ્ર્ચિત કરાયેલી નીતિઓ મુજબ દેશભરમાં જળાશયોની સુરક્ષા માટેનાં પગલા લેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here