અમેરિકી વિદેશ મંત્રાલયનો ચોંકાવી દેનારો અહેવાલ: પાકિસ્તાને આતંકવાદી માળખાને સંપૂર્ણપણે ખતમ કર્યા નથી
પાકિસ્તાનમાં ત્રાસવાદી સંગઠનો અને માળખાને સંપૂર્ણપણે નાબુદ કરવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું છે. એ બદલ અમેરિકાએ પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી છે અને જાહેર કર્યું છે કે ભારતમાં ત્રાસવાદ ફેલાવનારા અનેક ત્રાસવાદી સંગઠનો હજુ પણ પાકિસ્તાનની ધરતી પર સક્રિય છે.
Visit Saurashtra Kranti Homepage here
વિના વિલંબે અને કોઈ ભેદભાવ વિના તમામ આતંકી જૂથોને વિખેરી નાખવામાં પાકિસ્તાન સફળ થયું નથી.અમેરિકી વિદેશ મંત્રાલયનાં એક અહેવાલમાં નોંધ કરવામાં આવી છે કે અનેક ત્રાસવાદી જૂથો અને ખાસ કરીને ભારતને નિશાન બનાવતા જૈશ અને એલઈટી જેવા સંગઠનો હજુ સક્રિય છે.
મસુદ અઝહર જેવા આતંકી આકાઓ સામે પગલા લેવામાં પણ પાકિસ્તાન નિષ્ફળ ગયું છે. 2008 નાં મુંબઈ હુમલાનાં માસ્ટર માઈન્ડ સાજીદ મીર જેવા પાકિસ્તાનમાં છૂટથી હરીફરી રહ્યા છે.
અહેવાલ ઉમેરે છે કે, પાકિસ્તાની લશ્કર અને સલામતી દળોએ પાકિસ્તાનમાં હુમલા કરનારા જૂથો સામે પગલા લીધા છે. તેહરી કે તાલીબાન, આઈએસઆઈએસ-કે અને બલુચિસ્તાન મુક્તિસેના સામે પાકિસ્તાને લશ્કરી કાર્યવાહી કરી છે.
પરંતુ ભારતમાં હુમલા કરી રહેલા ત્રાસવાદી જૂથોને નાથવા અને તેમને મળતા નાણાંની ચેઈનને રોકવા માટેનાં જુજ પગલા લેવાયા છે. અમેરિકી વિદેશ વિભાગ માને છે કે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકની પ્રક્રિયાને ખોરવી નાખવા અસરકારક કામગીરી કરી છે.
Read About Weather here
છતાં ગુપ્તચર માહિતી જેવા ક્ષેત્રમાં હજુ ઘણી ખામી જોવા મળે છે. જો કે અમેરિકા જયારે કોઈપણ માહિતી માંગે છે ત્યારે ભારત પ્રતિસાદ આપતું હોવાનું વિદેશ ખાતાએ નોંધ લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here