વિકાસની સાથે-સાથે દેશના ઈતિહાસને સાચવવો પણ જરૂરી: ઓલ ઇન્ડિયા મેયર કોન્ફરન્સમાં વડાપ્રધાનનું વર્ચ્યુઅલ સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાર પૂર્વક જણાવ્યું હતું કે દેશને આજે ક્રાંતી નહીં પણ ઉત્ક્રાંતિની જરૂર છે. આપણે વિકાસનાં માર્ગ પર આગળ વધવા સાથે દેશના ઈતિહાસનું પણ જતન કરવું પડશે.
Visit Saurashtra Kranti Homepage here
ઓલ ઇન્ડિયા મેયર કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આપણે ઉત્ક્રાંતિમાં વિશ્ર્વાસ રાખવો જ જોઈએ. આપણી પાસે જે કઈ ઉપલબ્ધ છે. તેનું સંવર્ધન કરીને ટેકનોલોજી વધુને વધુ બહેતર બનાવવા તરફ આગળ ધપવું જોઈએ.
મોદીએ ઉમેર્યું હતું કે, દેશનો ઈતિહાસ અને પરંપરા પણ વિકાસની સાથે-સાથે જ જોડાયેલા રહે એ જરૂરી છે. આપણા ઘણા બધા શહેરો પરંપરાગત છે અને પરંપરાગત રીતે જ વિકસાવવામાં આવેલા છે. એ રીતે આધુનિકરણનાં યુગમાં પણ એ શહેરો ખૂબ મહત્વ ધરાવે છે.
પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીનું ઉદાહરણ આપતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, વારાણસીનો વિકાસ આપણને નવા વિચારો પ્રદાન કરી શકે તેમ છે. તેમણે નદીઓ સ્વચ્છ કરવા અને રાખવા પર ભાર મુક્યો હતો.
વડાપ્રધાને ઉમેર્યું હતું કે, કાશીનાં ગંગાઘાટ પર વિશ્ર્વભરમાંથી પ્રવાસીઓ આવે છે. આ રીતે કાશીનાં અર્થતંત્રનાં વિકાસમાં ગંગામૈયાનો અભૂતપૂર્વ ફાળો છે. આપણે આપણી લોકમાતાઓ પ્રતિ સંવેદનશીલ અભિગમ અપનાવો પડશે.
Read About Weather here
દર વર્ષે આપણે આવા શહેરોમાં 7 દિવસનો લોકમાતા ઉત્સવ ઉજવવો જોઈએ. જેથી કરીને નદીઓનાં શુધ્ધિકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here