ભારતની દીકરીના માથે ‘મિસ યુનિવર્સ’ બની…!

ભારતની દીકરીના માથે ‘મિસ યુનિવર્સ’ બની...!
ભારતની દીકરીના માથે ‘મિસ યુનિવર્સ’ બની...!
આ વર્ષે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાને મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જજ કરવાનો મોકો મળ્યો હતો. હરનાઝે થોડા સમય પહેલાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતને જિતાડવા માટે મારો જીવ રેડી દઈશ ભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો અવૉર્ડ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

21 વર્ષ પછી ભારતની દીકરીએ આ ટાઇટલ જીત્યું છે. 70મા મિસ યુનિવર્સ બ્યુટી પેજન્ટનું આયોજન ઇઝરાયેલમાં થયું હતું.પંજાબના ચંદીગઢમાં રહેતી હરનાઝ સંધુએ કરિયર તરીકે મોડલિંગ પસંદ કર્યું છે. તેણે ચંદીગઢની શિવાલિક પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પણ તે માસ્ટર્સ કરી રહી છે. 21 વર્ષની હરનાઝ મોડલિંગ અને અન્ય બ્યુટી પેજન્ટમાં ભાગ લેવાની સાથે અભ્યાસ ચાલુ રાખ્યો.હરનાઝની આખી ફેમિલી ખેતી કે બ્યુરોક્રેટ્સ સાથે કનેક્ટેડ છે.

વર્ષ 2017માં કોલેજમાં એક શો દરમિયાન તેણે પ્રથમ સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું. એ પછીથી તેની સફર શરૂ થઈ. હરનાઝને ઘોડેસવારી, એક્ટિંગ, ડાન્સ અને ફરવાનો શોખ છે. તે ફ્રી હોય ત્યારે ફરવાનો શોખ પૂરો કરે છે.

ભવિષ્યમાં તક મળે તો ફિલ્મમાં કામ કરવાની તેની ઈચ્છે છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન હરનાઝે કહ્યું હતું, મને જે ભાવે છે એ બધું ખાવ છું. તેમ છતાં હું વર્કઆઉટ ભૂલતી નથી. હરનાઝ માને છે કે તમને મન થાય એ ખાઈ લેવાનું, પણ વર્કઆઉટ નહીં ભૂલવાનું.

Read About Weather here

17 વર્ષની ઉંમર સુધી હરનાઝ ઘણી ઈન્ટ્રોવર્ટ હતી. સ્કૂલમાં દૂબળા શરીરને લીધે લોકો તેની મજાક-મસ્તી કરતા હતા. આ જ કારણે હું થોડા સમય માટે ડિપ્રેશનનો ભોગ બની હતી, પરંતુ ફેમિલીએ તેને હંમેશાં સપોર્ટ કર્યો. હરનાઝ ફૂડી છે, પણ સાથે ફિટનેસનું પણ ધ્યાન રાખે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here