ભાયાવદર અને અરણી ગામેથી ગેરકાયદેસર ગેસની બોટલો ઝડપાઈ

યુપીમાં 3800 વર્ષ જુના પરંપરાગત હથિયારો મળ્યા
યુપીમાં 3800 વર્ષ જુના પરંપરાગત હથિયારો મળ્યા
ઉપલેટા મામલતદાર જી.એમ. મહાવદિયાએ ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામેથી તેમજ પરણી ગામેથી ગેરકાયદેસર રીતે મળી આવેલ 30 જેટલા મેસેજ કરીને રૂપિયા 73,550 નો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભાયાવદર હોળીધાર વિસ્તારમાં જય વડવાળા ઓટો શોપના માલીક દ્વારા ઈન્ડેનગેસના ઘરવપરાશના બાટલા પ્રણવ ગેસ એજન્સી  ગામના ચિત્રાવડ ગામ પાસેથી મેળવી બીલ કે આધાર વગર કોમર્શિયલ હેતુ માટે મુક્ત બજારના ભાવે વેચતા કુલ 5 નંગ બાટલા ઝડપી અને ત્યાંથી રૂા.17,750 નો જથ્થો સીઝ કર્યો છે.

Read About Weather here

આ સાથે અરણી ગામે શાંતિલાલ જેઠાભાઈ સભાયાની બાપા સીતારામ પાનની દુકાને ઈન્ડેન ગેસના ઘર વપરાશના વગર બીલના બાટલા પ્રણવ ગેસ  પાસેથી મેળવી કોમર્શીયલ હેતુ માટે વેચાતા હોવાનુ જાહેર થતાં ભરેલા તેમજ ખાલી મળી કુલ 25 બાટલા કબ્જે કરીને રૂા.55,800 નો જથ્થો સીઝ કર્યો છે. આમ ઉપલેટા મામલતદારે કુલ 30 જેટલા બાટલાઓ સીઝ કરીને  રૂા.73,550 નો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપલેટા મામલતદાર દ્વારા ગેરકાયદેસર રીતે ગેસ  આ પ્રકારની કામગીરી ઝડપવાની સાથે જ ઉપલેટા પંથકના આ પ્રકારની પ્રવૃત્તિ કરતા લોકોમાં અને વ્યાપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here