કચ્છના અંજારમાં રેલવે સ્ટેશન પાછળના નવાનગરમાં રહેતો દેવરાજ કિશોરભાઇ પરમાર (ઉ.વ.26) સોમવારે ખોખડદળ રહેતી તેની વિધવા ભાભી જ્યોત્સના અજય પરમારના ઘરે આવ્યો હતો. મંગળવારે બપોરે બે વાગ્યાના આસપાસ દેવરાજને તેની ભાભી જ્યોત્સનાએ સિવિલ હોસ્પિટલમાં ઘવાયેલી હાલતમાં દાખલ કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
દેવરાજના સાથળમાં છરીનો ઘા ઝીંકાયો હતો તેઓને લોહી વહી જવાથી તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવમાં પોલીસે તપાસ કરતા મજાક મજાકમાં તેની ભાભી અને ભાભીના ભાઈએ છરીનો ઘા ઝીંકતા તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવમાં આજીડેમ પોલીસમાં મનુષ્યવધનો ગુન્હો નોંધવામાં આવતા બંનેને સકંજામાં લઈ પૂછપરછ આદરી છે. મૂળ રાજકોટના ખોખડદડના અને હાલ સુરતના વાપીમાં રહેતા ચિરાગભાઇ કિશોરભાઇ પરમાર (ઉ.વ.22)એ ફરિયાદમાં શૈલેશભાઈ શાતુંભાઈ સોલંકી અને જોશનાબેન અજયભાઈ પરમારનું નામ આપતા કલમ 304,201 અને 114 હેઠળ કાર્યવાહી કરી બંને આરોપીને ઝડપી કાર્યવાહી કરી હતી. ચિરાગભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પત્ની તથા બાળકો સાથે રહું છું અને અમે ત્રણ ભાઇ તથા ત્રણ બહેનો છે.જેમા મારા મોટાભાઇ દેવરાજભાઇ કીશોરભાઇ પરમાર જે મારી માતા મંજુબેન તથા મારા બહેન ચંદાબેન અનીલભાઇ સાથે રહે છે.
ગત તા.14/6ના સાંજના મને મારા મોટા બાપુ શંભુભાઈના દીકરાની વહુ જોષનાબેન અજયભાઇ પરમારનો ફોન આવેલ અને વાત કરેલ કે દેવરાજ બે દિવસથી મારા ઘરે આવેલ છે અને બપોરના બે વાગ્યા વખતે દેવરાજને સાથળના ભાગે કાચ લાગી ગયેલ છે તું અહી રાજકોટ આવ તેમ વાત કરતા હુ આજરોજ સવારના રાજકોટ સિવિલ હોસ્પિટલ આવેલ ત્યાં મને મારા દેવરાજભાઇના સાળા સતીષભાઇ મળતા તેણે મને વાત કરેલ કે ગઇકાલ બપોર બે વાગ્યા વખતે પોતે તથા જોશનાબેન તથા શેલેષભાઇ શાંતુભાઇ સોલંકી તથા શોભનાબેન તથા દેવરાજભાઇ જોષનાબેન ના ઘરે હતા તેવામા શેલેષભાઇ અને દેવરાજભાઇ બન્ને એકબીજાની મશ્કરી કરતા હતા.તેવામાં શૈલેષભાઇએ છરી કાઢેલ અને દેવરાજભાઈને કહેલ કે આ છરી જોય છે અડી જતા વારનો લાગે તેમ કહી મશ્કરી મા મશ્કરીમાં શેલેષભાઇના હાથે દેવરાજના જમણા પગના સાથળના પાછળના ભાગે છરી અડી ગઈ હતી.
Read About Weather here
બાદમાં દેવરાજને લોહી નીકળવા લાગેલ જેથી હું તથા જોષનાબેન આ દેવરાજને લોહી બંધ કરવા માટે ઘા લાગેલ તે જગ્યાએ ચૂંદડીનો પાટો બાંધેલ અને જોશનાબેનએ કોઇ રીક્ષાવાળાને ફોન કરી બોલાવેલ અને રીક્ષા વાળો આવે તે પહેલા જોશનાબેને આ દેવરાજભાઇનું લોહી જમીનપર પડેલ તે સાફ કરી નાખેલ અને દેવરાજભાઇના કપડા જે લોહીવાળા હતા તે કાઢી બીજા પહેરાવેલ અને છરી સંતાડી દીધેલ અને રીક્ષાવાળા ભાઇ આવી જતા પોતે તથા જોશનાબેન તથા શેલેષભાઇ શાન્તુભાઇ સોલંકી આ દેવરાજભાઇને રીક્ષામાં બેસાડી સિવિલ હોસ્પિટલ લઇ ગયેલ જયા ડોકટરે દેવરાજભાઇની ઇજા બાબતે પુછતા જોષનાબેને ડોકટરને જણાવેલ કે આ દેવરાજ ને કોઇ ધારદાર હથીયાર વડે ઇજા થઈ છે. બાદમાં દેવરાજભાઇને જોઇ તપાસી મૃતજાહેર કરેલ એ રીતે શેલેષભાઇ શાંતુભાઇ સોલંકીએ પોતે જાણતો હોવા છતાં છરી જેવા તીક્ષ્ણ હથિયારથી મશ્કરી કરતા કરતા કોઇ પણ ગંભીર કે પ્રાણઘાતક ઇજા થી મૃત્યુ થવાની શકયતા હોય તેમ છતાં મશ્કરી કરવાનું ચાલુ રાખી મૃત્યુ નિપજવ્યું હતું. આ અંગે આજીડેમ પોલીસે ગુન્હો નોંધ્યો હતો.આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ કામડિયા,વિજયભાઈ મેતા અને રોહિતભાઈ કછોટ સહિતના સ્ટાફે કાર્યવાહી કરી બન્ને આરોપીને પકડી કાર્યવાહી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here