ભાદર-1 ડેમ 24મી વખત છલકાયો: બે દરવાજા એક ફુટ ખોલાયા

ભાદર-1 ડેમ 24મી વખત છલકાયો: બે દરવાજા એક ફુટ ખોલાયા
ભાદર-1 ડેમ 24મી વખત છલકાયો: બે દરવાજા એક ફુટ ખોલાયા

જિલ્લાના 10 ડેમોમાં નવા નીરની આવક
હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના

રાજકોટ, ગોંડલ, જેતપુરને પીવાનું પાણી પુરૂ પાડતો સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ અંતે ભરાઇ જવા પામ્યો છે અને બે દરવાજા એક ફૂટે ખોલાયા છે. 3264 ક્યુસેક પાણીની આવક ચાલુ.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગેની રાજકોટ સિંચાઇ વર્તુળનાં ફલડ સેલમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ 34 ફુટે છલકાતા ભાદર-1 ડેમમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 0.26 ફુટ નવું પાણી આવતા ડેમની સપાટી 33.95 ફુટ થઇ ગઇ છે.

એટલે કે પૂર્ણ સપાટીએ ભરાઇ ગયો છે આજ સવાર સુધીમાં ભાદર-1 ડેમમાં 99.53 ટકા જળ જથ્થો સંગ્રહ થઇ ગયો છે અને હજુ પણ દર કલાકે 544 કયુસેક તથા પાણીની આવક થઇ રહી છે.

હેઠવાસનાં ગોંડલ, જેતપુર, ધોરાજીનાં જુદા જુદા 22 ગામોને એલર્ટ રહેવા સુચના અપાઇ છે. દરમ્યાન છેલ્લા 24 કલાકમાં રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના જુદા જુદા જિલ્લાનાં 10 જેટલા ડેમોમાં પણ નવા નીર આવ્યા છે.

જેમાં ભાદર-1 ઉપરાંત રાજકોટ જિલ્લાનાં ન્યારી-1માં 0.16 ફુટ નવૂં પાણી આવેલ છે. આ ઉપરાંત મોરબીનાં મચ્છુ-1 ડેમમાં 0.13 ફુટ, મચ્છુ-1માં 0.16 ફુટ અને ડેમી-2માં 0.10 ફુટ નવું પાણી આવેલ છે.

જયારે દ્વારકાનાં ધી ડેમમાં અર્ધો ફુટ, શેઢાભાડથરીમાં 0.33 ફુટ અને મીણસાર (વાનાવાડ)માં 0.33 ફુટ, નવું પાણી છેલ્લા 24 કલાકમાં આવ્યું છે. તેમજ સુરેન્દ્રનગરનાં વઢવાણ ભોગાવો-1(નાયકા)માં અર્ધો ફુટ અને ફલકુમાં સવા ફુટ નવું પાણી આવેલ છે.

જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસેનો ભાદર-1 ડેમ તેની નિર્ધારિત સપાટીએ સો ટકા ભરાઈ ગયેલો હોવાથી ડેમના બે દરવાજા1 ફુટ ખોલવામાં આવ્યા હતા. જળાશયની હાલની સપાટી 107.89 મીટરની છે.

ડેમમાં હાલ 965 ક્યુસેકના પ્રવાહની આવક છે, અને ડેમમાંથી 965 કયુસેકનો પ્રવાહ છોડવામાં આવશે. આથી ભાદર-1 ડેમ ના હેઠવાસમાં આવેલા ગોંડલ તાલુકાના લીલાખા મસીતાળા

ભંડારિયા ખંભાલીડા અને નવાગામ જેતપુર તાલુકાના મોણપર થી રસરાજ દેરડી જેતપુર નવાગઢ રબારીકા સરદાર પાંચપીપળા કેરાડી અને લુણાગરા જેતપુર તાલુકાના જ લુણાગરી અને વાડાસડા જામકંડોરણા

તાલુકાના તરવડા અને ઈશ્વરીયા તથા ધોરાજી તાલુકાના રેગડી ભક્તિ અને ઉમરકોટ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Read About Weather here

તેમ હોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફલડ સેલ)ની યાદીમાં જણાવાયું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here