આગામી 1 ડિસેમ્બરના યોજાનાર પ્રથમ તબકકાની વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટના 68 (પૂર્વ) ઉદય કાનગડ, રાજકોટ 69 (પશ્ર્ચિમ) ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ 70 (દક્ષિણ) રમેશભાઇ ટીલાળા તથા રાજકોટ 71 (ગ્રામ્ય)માં ભાનુબેન બાબરીયાની પસંદગી કરવામાં આવી હતી. આ ઉમેદવારી પસંદગી કરતા ભાજપ દ્વારા શુક્રવારે ચારેય બેઠકો પર ઉમેદવારોનું નામાંકન વિજયમુહૂર્તમાં ભરવામાં આવ્યું હતુ.
Visit Saurashtra Kranti Homepage here
ચારેય ઉમેદવારોને આવકારવા વધામણા કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. વિશાળ સંખ્યામાં કાર્યકરો સાથે ઝંડીઓ સાથે કાફલો ઉમટી પડયો હતો. રાજકોટની ચાર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારોએ આજે સૌરાષ્ટ્ર ક્રાંતીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજકોટની જનતા માટે પ્રતિબધ્ધ ઉમેદવારો ભાજપે રજૂ કર્યા છે તેવું જણાવીને પ્રચંડ વિજયનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. રાજકોટ-68ના ઉમેદવાર ઉદયભાઈ કાનગડ, રાજકોટ-69માં વર્તમાન ડેપ્યુટી મેયર અને મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ-70માં પાટીદાર સહિતના સમાજોને સાથે રાખીને ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રે જાણીતા રમેશભાઈ ટીલાળા અને રાજકોટ-71માં વર્તમાન કોર્પોરેટર અને ગ્રામ્ય વિસ્તાર સાથે જોડાયેલા ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે ગુજરાતને બે મુખ્યમંત્રી રાજકોટની જનતાએ આપ્યા છે અને તેથી જ અમારી જવાબદારી વધી જાય છે
પરંતુ વિશાળ સંગઠન અને પ્રચંડ જનમત એ ભાજપની સાથે છે અને તેથી અમારો વિજય નિશ્ર્ચિત છે.ભાજપ હંમેશા વિકાસનો પર્યાય બન્યું છે અને બનતુ રહેશે. સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવા સતત દોડતા રહેશુ અને પ્રજાના પ્રશ્ર્નોને પ્રાધાન્ય આપીશું તેવો એક સુર ઉમેદવારોએ વ્યકત કરી મતદારો ભાજપને હંમેશની માફક સ્વીકારી વિધાનસભામાં મોકલશે તેવો દ્રઢ આશાવાદ વ્યકત કર્યો હતો. આ મુલાકાતમાં સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપના મીડિયા ઇન્ચાર્જ રાજુ ધ્રુવ પણ જોડાયા હતા અને વિજયનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
Read About Weather here
દર વખતની જેમ આ વખતે પણ ભાજપનો ભવ્ય વિજય નક્કી છે. અમે હંમેશા સંગઠનને સાથે રહીને ચાલીએ છીએ. અમે પ્રજા વચ્ચે જઇને અમારા વિકાસની વાત અને અમારી વિચારધારા મુકીશું. અને રાજકોટને હંમેશા નવું મળતું જ રહ્યું છે અને હજુ પણ નવું મળતું રહે તેવા અમારા પ્રયત્નો રહેશે. પ્રજા ભાજપ સિવાય કોઇને સ્વીકારશે નહીં કારણ કે ભાજપે ગુજરાતમાં એક વિકાસનું રોલ મોડેલ ઉભુ કર્યુ છે. અને દરેક ગુજરાતી વિકાસથી વાકેફ છે અને અમે વિકાસની વાત પ્રજા સુધી પહોંચાડીને હમેશા પ્રજા માટે કામ કરીશું. તેમ ઉમેદવારો દ્રારા જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here