ભાજપ મહિલા નેતાના પતિનું કોરોનાની સારવાર દરમિયાન થયુ મોત…

305
Rajkot-કોરોના-BJP Women leader husband died
Rajkot-કોરોના-BJP Women leader husband died

જિલ્લા ભાજપ પ્રમુખે કોરોનાથી મૃત્યુ થયું હોવાની વાતની પુષ્ટિ કરી છે

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કોવીડની ચપેટમાં આવી રહૃાા છે. તેમજ કેટલાક નેતાઓ કોવીડને કારણે મોતને પણ ભેટી રહૃાા છે. બોટાદ જિલ્લામાં ઢસા ભાજપા જિલ્લા પંચાયતના મહિલા પ્રતિનિધીના પતિનું કોરોનાથી મોત થયું છે. કે. ડી.પાવરાને કોવીડનું સંક્રમણ થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં સારવાર દરમ્યાન ગઈકાલે મોડી રાત્રે કે.ડી.પાવરાનું મોત થતા જિલ્લા ભાજપામાં ગમગીની છવાઈ ગઈ છે.

ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના નેતાનું કોવીડની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તાપીમાં વાલોડ તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વાલોડ ગામના સરપંચ નિધન થયું છે. કોવીડ સંક્રમિત થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાલોડના સરપંચ જ્યોતિબેન નાયકાનું સારવાર દરમ્યાન નિધન થતાં તાપી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં શોકની લાગણી ફરી વળી છે.

પરમ દિવસે તાપીમાં ભાજપના નેતાનું કોવીડ પોઝિટિવ આવ્યા પછી સારવાર દરમિયાન મોત થયું છે. ઉચ્છલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રીનું બારડોલી ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. મહામંત્રી મોહનભાઇ ગામીતનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર અર્થે ખસેડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે કોવીડથી મૃત્યુ થયું હોવાની વાતની પુષ્ટિ કરી છે.

Read About Weather here

ગઈ કાલે ગુજરાતમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રિંસહ ચૂડાસમા ઉપરાંત ભાજપના બે ધારાસભ્યો કોવીડ સંક્રમિત થયા છે. આ પછી પાટીદાર નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્ય લલિત વસોયા પણ કોવીડ સંક્રમિત થયા છે. તેમનો ૬ વર્ષનો પૌત્ર અને ૯૦ વર્ષના માતા પણ કોવીડ પોઝિટિવ આવ્યા છે. હાલ, તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસલમાન ખાન કરશે સાઉથ ફિલ્મમાં એન્ટ્રી???
Next articleભાજપના ઉમેદવારોએ આપના નેતાને કલેકટર કચેરીમાં જ માર્યો માર